વડાપ્રધાન મોદી કરશે ગાંધીનગરમાં ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ધાટન
Global Trade Show: ગુજરાતમાં દ્વિવાર્ષિક 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 (VGGS 2024)ની શરૂઆતના એક દિવસ પહેલા 9 જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો 2024નું ઉદ્ધાટન કરશે.
10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ભાગરૂપે, ગુજરાત સરકાર ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે 09 થી 13 જાન્યુઆરી દરમિયાન વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો-2024નું આયોજન કરી રહી છે. આ ટ્રેડ શોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9 જાન્યુઆરીએ બપોરે 03.00 કલાકે પ્રદર્શનો અને સ્ટોલ સાથે 2 લાખ ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલા દેશના સૌથી મોટા વૈશ્વિક વેપાર શોનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત દેશ-વિશ્વના મહાનુભાવો અને ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહેશે.

ટ્રેડ શોમાં ભાગ લઈ રહ્યા છે 20 દેશો - વૈશ્વિક વેપાર શોમાં વિશ્વના 20 દેશોમાંથી સંશોધન ક્ષેત્રના એક હજારથી વધુ પ્રદર્શકો ભાગ લેશે. આ ટ્રેડ શો માટે એક શો ટકા બુકિંગ થઈ ગયું છે. આ વૈશ્વિક વેપાર શો 10-11 જાન્યુઆરીના રોજ બિઝનેસ મુલાકાતીઓ માટે અને 12-13 જાન્યુઆરીના રોજ સામાન્ય લોકો માટે ખુલ્લો રહેશે.
આ વૈશ્વિક વેપાર શોમાં ઓસ્ટ્રેલિયા, તાંઝાનિયા, મોરોક્કો, મોઝામ્બિક, દક્ષિણ કોરિયા, થાઇલેન્ડ, એસ્ટોનિયા, બાંગ્લાદેશ, સિંગાપોર, સંયુક્ત આરબ અમીરાત (યુએઇ), યુનાઇટેડ કિંગડમ (યુકે), જર્મની, નોર્વે, ફિનલેન્ડ, નેધરલેન્ડ, રશિયા, રવાંડા, જાપાનનો સમાવેશ થાય છે.
ઇન્ડોનેશિયા અને વિયેતનામ સહિત કુલ 20 દેશો તેમના સંબંધિત ઉદ્યોગો વિશે માહિતી પ્રદર્શિત કરશે. ટ્રેડ શોમાં 100 દેશો અતિથિ તરીકે ભાગ લઈ રહ્યા છે, જ્યારે 33 દેશો ભાગીદાર દેશો તરીકે ભાગ લઈ રહ્યા છે.
આકર્ષણનું કેન્દ્ર બનશે આ ઉદ્યોગ - આ ટ્રેડ શો કૃષિ અને ફૂડ પ્રોસેસિંગ, ઓટોમોબાઈલ અને ઓટો કમ્પોનન્ટ્સ, સિરામિક્સ, કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ, જેમ્સ એન્ડ જ્વેલરી, ફાર્માસ્યુટિકલ્સ અને પોર્ટ્સ એન્ડ મરીન જેવા ક્ષેત્રોમાં અત્યાધુનિક ઉત્પાદનો અને સેવાઓનું પ્રદર્શન કરશે.
આ સિવાય ટેક્સટાઇલ અને ગાર્મેન્ટ, ઇલેક્ટ્રિક વાહન, ગ્રીન હાઇડ્રોજન, એરક્રાફ્ટ અને સંલગ્ન ઉદ્યોગો, રિન્યુએબલ એનર્જી, સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ સિસ્ટમ ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ (ESDM), ફિનટેક, સાયબર સિક્યુરિટી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને મશીન લર્નિંગ સહિતના અન્ય ઉદ્યોગો પણ સામેલ છે. જે આકર્ષણનું કેન્દ્ર હશે.
મેક ઇન ગુજરાત અને આત્મનિર્ભર ભારત સહિત 13 થીમ નક્કી કરવામાં આવી - ટ્રેડ શો માટે મેક ઇન ગુજરાત અને આત્મનિર્ભર ભારત સહિત વિવિધ 13 થીમ નક્કી કરવામાં આવી છે. આત્મનિર્ભર ભારતના વડાપ્રધાનના સંકલ્પને સાકાર કરવા માટે, લગભગ 450 સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME) એકમો આ ટ્રેડ શોમાં ભાગ લઈ રહ્યા છે.
ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એલાઇડ સર્વિસિસ (IT અને ITES) સ્ટાર્ટઅપ્સ અને તેમની નવીન પ્રોડક્ટ્સ અને સેવાઓનું પ્રદર્શન કરવા માટે TECHED પેવેલિયન તૈયાર કરવામાં આવ્યું છે. ટ્રેડ શો દરમિયાન રિવર્સ બાયર સેલર મીટ અને વેન્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામ જેવી પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે











Click it and Unblock the Notifications
