PM મોદી આજે કરશે 'આઝાદીના અમૃત મહોત્સવ'નુ ઉદઘાટન, 15 ઓગસ્ટ સુધી ચાલશે કાર્યક્રમ, જાણો શિડ્યુલ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે(12 માર્ચ) 'આઝાદીના અમૃત મહોત્સવ'નુ ઉદઘાટન કરશે.
નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે(12 માર્ચ) 'આઝાદીના અમૃત મહોત્સવ'નુ ઉદઘાટન કરશે. પીએમ નરેન્દ્ર મોદી અમદાવાદના સાબરમતી આશ્રમથી દાંડી સુધી 241 મીલ લાંબી પદયાત્રાને લીલી ઝંડી બતાવશે. પીએમ મોદી સાબરમતી આશ્રમથી સ્વતંત્રતા માર્ચ કે પદયાત્રાને પણ લીલી ઝંડી બતાવશે. ભારતની સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠ મનાવવા માટે સરકાર આજથી અમૃત મહોત્સવની શરૂઆત કરી રહી છે. ભારતની આઝાદીના 75 વર્ષ પૂરા થવા પર 75 સપ્તાહ પહેલા 12 માર્ચથી અમૃત મહોત્સવની શરૂઆત થવા જઈ રહી છે.

કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન રાજ્યમંત્રી પ્રહલાદ સિંહ પટેલના જણાવ્યા મુજબ આઝાદીના અમૃત મહોત્સવ રૂપે ભારતની સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠની ઉજવણી કરવા માટે સરકારે આવનારા 75 સપ્તાહના કાર્યક્રમોની શ્રૃંખલા આયોજિત કરવાનો નિર્ણય કર્યો છે. આ કાર્યક્રમ 12 માર્ચ 2021થી શરૂ થશે અને 15 ઓગસ્ટ 2022 સુધી ચાલશે.
કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન રાજ્ય મંત્રી પ્રહલાદ સિંહ પટેલે ગુરુવારે કહ્યુ કે પ્રધાનમંત્રાી નરેન્દ્ર મોદી દ્વારા લીલી ઝંડી બતાવીને નીકળનાર પદયાત્રા સાબરમતી આશ્રમ, અમદાવાદથી નવસારીના દાંડી સુધી જશે. આ 241 મીલની યાત્રા 25 દિવસ સુધી ચાલશે અને 5 એપ્રિલે સમાપ્ત થશે. પદયાત્રામાં 81 લોકો શામેલ થશે. આજે 12 માર્ચે મીઠાના સત્યાગ્રહના નામથી ઈતિહાસમાં ચર્ચિત દાંડીયાત્રાની શરૂઆતને પણ 91 વર્ષ પૂરા થઈ ગયા છે. દાંડીયાત્રાની શરૂઆત 12 માર્ચ 1930ના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી દ્વારા કરવામાં આવી હતી. પદયાત્રામાં દાંડીના રસ્તામાં લોકોના વિવિધ સમૂહો શામેલ થશે.
કેન્દ્રીય મંત્રી પ્રહલાદ સિંહ પટેલ પદયાત્રાના 75 કિલોમીટરના પહેલા પડાવનુ નેતૃત્વ કરશે. રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ સરકારો શુક્રવારે આખા દેશમાં કાર્યક્રમ આયોજિત કરી રહી છે. આ કાર્યક્રમો ઉપરાંત ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ અને સંસ્કૃતિ મંત્રાલય હેઠળ ઝોનલ કલ્ચરલ સેન્ટર, યુવા બાબતોના મંત્રાલય અને ટ્રાઈફેડ(ટ્રાઈબલ કો-ઑપરેટીવ ફેડરેશન ઑફ ઈન્ડિયા)એ આ પ્રસંગને ખાસ બનાવવા માટે વિવિધ કાર્યક્રમનો યોજના બનાવી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી








Click it and Unblock the Notifications
