World Cup 2023 Final, Ind vs Aus: વિશ્વ કપની ફાઈનલ જોવા આવશે PM મોદી, જવાનોનો રહેશે ચુસ્ત બંદોબસ્ત
World Cup 2023 Final, Ind vs Aus, Pm modi: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાવાની વિશ્વ કપ 2023ની ફાઈનલ જોવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવશે. વડાપ્રધાન મોદીના આગમન માટે રાજ્ય સરકાર તરફથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સુરક્ષામાં કોઇ ચુક ન થઇ જાય તે માટે પોલીસ વિભાગની તૈયારીમાં જોડાઇ ગઇ છે, અને સમિક્ષા કરી રહ્યા છે.
PM નરેન્દ્ર મોદીના સંભવિત કાર્યક્રમ અનુસાર, PM મોદી 19 નવેમ્બરના રોજ અમદાવાદ આવશે, અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની ફાઇનલ મેચ નિહાળશે. આ દરમિયાન ઘણા ઉદ્યોગપતિઓ, સેલેબ્સ અને VVIP મહેમાનો પણ હાજર રહેશે.

મેચ પુરી થયા બાદ વડાપ્રધાન રાત્રી આરામ માટે રાજભવન જશે. રાજભવનમાં રાત્રિ આરામ કર્યા બાદ વડાપ્રધાન 20 નવેમ્બરના રોજ રાજસ્થાન જવા રવાના થશે, જ્યાં તેઓ વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર કરશે.
સુરક્ષા વ્યવસ્થા પર સંપૂર્ણ ધ્યાન - અત્યાર સુધી વડાપ્રધાન મોદી આવે તેવી સંભાવના હતી, પરંતુ હવે તેમનો સંભવિત કાર્યક્રમ આવી ગયો છે. મેચ દરમિયાન વડાપ્રધાન મોદીની હાજરીની પુષ્ટિ થતાં જ પોલીસ વિભાગે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
ઉચ્ચ પોલીસ અધિકારીઓ વિવિધ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા અને વડાપ્રધાન જે માર્ગ પરથી પસાર થવાના છે, તેની સમીક્ષા કરી રહ્યા છે.
અમદાવાદમાં વડાપ્રધાન મોદી સહિત અનેક સેલેબ્સ, ઉદ્યોગપતિઓ અને વીવીઆઈપી હાજર રહેશે, તેથી સુરક્ષા વ્યવસ્થામાં કોઈ ક્ષતિ ન થાય તે માટે વધારાની પોલીસ તૈનાતની પણ માંગ કરવામાં આવી છે.
પોલીસ વિભાગ દ્વારા અમદાવાદ શહેરમાં જરૂરિયાત મુજબ વધારાનો પોલીસ સ્ટાફ ફાળવવાની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. ટોચના પોલીસ અધિકારીઓએ વર્લ્ડ કપની ફાઈનલ મેચ માટે દર્શકોની સુરક્ષા વ્યવસ્થાની પણ સમીક્ષા કરી છે.












Click it and Unblock the Notifications
