PM મોદી ગાંધી આશ્રમ પહોંચી ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ આપી, વિઝિટર બુકમાં આ લખ્યુ
આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીમાં ભાગ લેવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાબરમતી આશ્રમ પહોંચ્યા.
અમદાવાદઃ ભારતની આઝાદીના 75માં વર્ષે ગાંધી આશ્રમ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીમાં ભાગ લેવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાબરમતી આશ્રમ પહોંચ્યા. અહીં તેણે ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી અને હ્રદયકુંજ ખાતે ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પણ પહેરાવી હતી. તમને જણાવી દઈએ કે બપોરે 12.15 વાગ્યા સુધી આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદી ભાગ લેશે ત્યારબાદ તેઓ દિલ્લી જવાના રવાના થશે.

પ્રધાનમંત્રી મોદી સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી, રાજ્યપાલ દેવવ્રત આચાર્ય અને સી આર પાટિલ પણ ઉપસ્થિત રહ્યા. પીએમ મોદી ગાંધી આશ્રમ ખાતે 7 મિનિટ રોકાયા. પીએમ મોદીએ સાબરમતી આશ્રમમાં વિઝિટર બુકમાં પોતાના વિચારો વ્યક્ત કર્યા. અમૃત મહોત્સવ કાર્યક્રમના ભાગ રૂપે અમદાવાદ ખાતે અભયઘાટ પાસે યોજાયેલ વિશેષ પ્રદર્શનમાં તેમણે ચિત્રો, મેગેઝીન અને અન્ય કલેક્શન પણ નીહાળ્યા. તમને જણાવી દઈએ કે આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે અનુપમ ખેર પણ અમદાવાદ આવ્યા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિઝિટર બુકમાં ગાંધી બાપૂને ભાવાંજલિ આપીને લખ્યુ કે, 'સાબરમતી આશ્રમ આવીને પૂજ્ય બાપૂની પ્રેરણથી રાષ્ટ્ર નિર્માણના સંકલ્પ વધુ મજબૂત થાય છે. અહીંના પવિત્ર વાતાવરણ, અહીંની સ્મૃતિઓથી જ્યારે આપણે એકાકાર થઈએ ત્યારે સ્વાભાવિક જ તપ અને ત્યાગની ભાવના વધી જાય છે. સાબરમતી આશ્રમથી ગાંધીજીએ આત્મનિર્ભરતા અને આત્મ સમ્માનનો સંદેશ આપ્યો હતો. આઝાદીના અમૃત મહોત્સવના પ્રારંભ માટે, પ્રેરણા માટે, આ પુણ્ય સ્થળ પર પુનઃ આવીને હું ધન્ય અનુભવુ છુ.'

વધુમાં પીએમ મોદીએ લખ્યુ કે, 'આઝાદીનો અમૃત મહોત્સવ ભારતની સ્વતંત્રતા સંગ્રામને, કૃતજ્ઞ દેશવાસીઓ દ્વારા આપવામાં આવી રહેલી કાર્યાંજલિ છે. આ મહોત્સવ દરમિયાન દેશ પોતાની સ્વતંત્રતાના આંદોલનના દરેક પડાવ, દરેક મહત્વની ક્ષણને તો યાદ કરશે જ, ભવિષ્ય નિર્માણ માટે નવી ઉર્જા સાથે આગળ પણ વધશે. મને વિશ્વાસ છે કે પૂજ્ય બાપૂના આશીર્વાદથી આપણે ભારતવાસી પોતાના કર્તવ્યોનુ પાલન કરીને અમૃત મહોત્સવના ઉદ્દેશોને અવશ્ય સિદ્ધ કરીશુ.'
Gujarat: Prime Minister Narendra Modi pays floral tribute to Mahatma Gandhi at Sabarmati Ashram in Ahmedabad. He will flag off the Dandi March from the Ashram today, as part of Amrit Mahotsav programme to mark the 75 years of India's independence. pic.twitter.com/gDutZrBNzX
— ANI (@ANI) March 12, 2021
Gujarat: Prime Minister Narendra Modi garlands a portrait of Mahatma Gandhi at Hriday Kunj, Sabarmati Ashram in Ahmedabad. pic.twitter.com/h0U5Fcn4X9
— ANI (@ANI) March 12, 2021
-
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત









Click it and Unblock the Notifications
