'પઠાણ' ફિલ્મના વિરોધમાં અમદાવાદના આલ્ફા વન મૉલમાં બજરંગ દળે કરી તોડફોડ, શાહરુખ ખાનનુ પૂતળુ બાળ્યુ, Video

'પઠાણ' ફિલ્મના વિરોધમાં અમદાવાદના આલ્ફા વન મૉલમાં બજરંગ દળે તોડફોડ કરી અને શાહરુખ ખાનનુ પૂતળુ બાળ્યુ.

Pathan Film Raw: બૉલિવુડના સુપર સ્ટાર શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ 'પઠાણ'નો વિવાદ હજુ બંધ નથી રહ્યો. ફિલ્મની રિલીઝ પહેલા જ બજરંગ દળના કાર્યકર્તાઓએ બુધવારે અમદાવાદમાં વસ્ત્રાપુરમાં આવેલા આલ્ફા વન મૉલમાં તોડફોડ કરીને હંગામો મચાવ્યો હતો. તેમણે ફિલ્મના પોસ્ટરો પણ ફાડી દીધા.

pathan

બજરંગ દળના કાર્યકર્તાઓએ ચીમકી આપી હતી કે જો ફિલ્મ રિલીઝ થશે તો વધુ ઉગ્ર આંદોલન થશે. મોલમાં હાજર અન્ય લોકો હોબાળો જોઈને ગભરાઈ ગયા હતા. તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમ અભિનીત ફિલ્મ 'પઠાણ' તેના ગીત 'બેશરમ રંગ' રિલીઝ થયા બાદથી અનેક વિવાદોમાં ફસાઈ ગઈ છે. 'બેશરમ રંગ' ગીતમાં દીપિકા પાદુકોણે ભગવા બિકીની પહેરી છે તે ઘણા લોકોને ગમ્યુ નથી. આગામી ફિલ્મ 'પઠાણ' અને તેના ગીત 'બેશરમ રંગ'નુ ગીત રિલીઝ થયુ ત્યારથી જ કાર્યકરો વિરોધ કરી રહ્યા છે. તેમણે શાહરૂખ ખાનનુ પૂતળુ બાળ્યુ હતુ અને 'હિંદુ લાગણીઓને ઠેસ પહોંચાડવા' માટે તેના પર પ્રતિબંધ મૂકવાનુ આહ્વાન કર્યુ હતુ.

ઉલ્લેખનીય છે કે પઠાણ ફિલ્મના વિરોધમાં અનેક હિંદુ સંગઠનો અને સાધુ-સંતો મેદાનમાં આવ્યા છે. પઠાણનો વિરોધ વધુ ઉગ્ર બની રહ્યો છે. ગુજરાતમાં લોક સાહિત્યકાર રાજભા ગઢવી પણ પઠાણના વિરોધમાં આવ્યા છે. રાજભા ગઢવીએ જણાવ્યુ કે બૉલિવુડે નક્કી કર્યુ છે કે હિંદુત્વ અને સનાતમ ધર્મનુ કોઈને કોઈ રીતે અપમાન કરતા રહેવુ. છેલ્લા 75 વર્ષથી બૉલિવુડે આ જ કર્યુ છે. માટે ગુજરાતમાં આ ફિલ્મ ચાલવા દેવી ન જોઈએ. નોંધનીય છે કે હિંદુ સંગઠનોએ બૉલિવુડ અને શાહરુખ ખાન પર સનાતન ધર્મનુ અપમાન કરવાનો આરોપ લગાવી પઠાણ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. તેમના કહેવા મુજબ બૉલિવુડ સનાતન ધર્મની મજાક ઉડાવે છે, હિંદુ દેવી-દેવતાઓનુ અપમાન કરે છે. તમને જણાવી દઈએ કે લોકો પઠાણ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તે 25 જાન્યુઆરીના રોજ થિયેટરોમાં રિલીઝ થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X