હવે અમદાવાદથી મળશે કોલ્હાપુરની ડાયરેક્ટ ફ્લાઈટ, જાણો ભાડું
Ahmedabad - Kolhapur direct flights: અમદાવાદથી કોલ્હાપુર જનારા મુસાફરો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. સ્ટાર એર દ્વારા અમદાવાદ અને કોલ્હાપુર વચ્ચે 28 ઓક્ટોબરથી ડાયરેક્ટ ફ્લાઈટ સેવા શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, હવેથી શરૂ થયેલી અમદાવાદથી કોલ્હાપુર નવી ફ્લાઈટ સેવા અઠવાડિયામાં ચાર દિવસ સોમવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવારના રોજ ઓપરેટ થશે.
અમદાવાદથી કોલ્હાપુર ફ્લાઈટ અમદાવાદ શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી બપોરે 12:50 કલાકે ઉપડશે, અને બપોરે 2:10 કલાકે કોલ્હાપુર એરપોર્ટ પહોંચશે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદની ફ્લાઈટ સવારે 11:00 કલાકે કોલ્હાપુરથી ઉપડશે, અને બપોરે 12:20 કલાકે અમદાવાદ શહેરમાં ઉતરશે.
આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યારે અમદાવાદથી કોલ્હાપુર ફ્લાઈટની કિંમત 4399 રૂપિયા છે. જ્યારે કોલ્હાપુરથી અમદાવાદ આવવા માટે મુસાફરોએ 7199 રૂપિયા ભાડું ચુંકવાનું રહેશે.
અત્રે નોંધનીય બાબત છે કે, આ કિંમત પર સર્વિસ ચાર્જીસ અને જીએસટી પણ ચૂકવવાના રહેશે. જો તમારે ઓછી કિંમતે ફ્લાઈટની મુસાફરી કરવી હોય તો ફ્લાઈટ વહેલા બુક કરાવવી જોઈએ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
