Navratri 2025 : નવરાત્રિમાં SG હાઈવે પર હેવી વ્હીકલ્સને એન્ટ્રી નહીં, આટલા વાગ્યા પછી ખુલશે રોડ
અમદાવાદના એસજી (SG) હાઈવે પર નવરાત્રિ દરમિયાન રાત્રિના 2 વાગ્યા સુધી ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ નિર્ણય નવરાત્રિના તહેવારો દરમિયાન ટ્રાફિકનું સંચાલન સુચારુ રીતે થાય તે માટે લેવામાં આવ્યો છે.

એસજી હાઈવે પર આવેલા ત્રણ ક્લબ્સ, 10 થી વધુ પાર્ટી પ્લોટ અને ઘણા ફાર્મહાઉસમાં મોટા ગરબા આયોજિત થવાના છે. આ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડવાની શક્યતા છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા વધી શકે છે. આ પરિસ્થિતિને ટાળવા માટે પોલીસ વિભાગે આ પગલું ભર્યું છે.
સામાન્ય દિવસોમાં રાત્રિના 11 વાગ્યા સુધી અને સવારના 8 વાગ્યા સુધી ભારે વાહનોને એસજી હાઈવે પર પ્રવેશ મળતો નથી. પરંતુ નવરાત્રિના દિવસોમાં આ પ્રતિબંધ રાત્રિના 2 વાગ્યા સુધી લંબાવવામાં આવ્યો છે.
પોલીસના જણાવ્યા અનુસાર, કર્ણાવતી ક્લબ ક્રોસરોડ્સથી ઝાયડસ હોસ્પિટલ ક્રોસરોડ્સ સુધીના 5.5 કિલોમીટરના માર્ગ પર ભારે ટ્રાફિક રહેવાની સંભાવના છે. આ ઉપરાંત કર્ણાવતી ક્લબથી સરખેજ તરફ જતા માર્ગ પર ફ્લાયઓવરનું બાંધકામ ચાલી રહ્યું છે, જેના કારણે એક તરફનો રસ્તો બંધ છે. બીજી તરફ પણ ખોદકામ ચાલી રહ્યું હોવાથી ટ્રાફિક જામ થવાની સંભાવના વધી જાય છે.
આ પરિસ્થિતિને નિયંત્રિત કરવા આ માર્ગ પર ટ્રાફિકનું સંચાલન કરવા માટે 2 ડીસીપી, 2 એસીપી, 7 પીએસઆઈ અને 500 પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
