Naroda Patiya Kand : આજે આવી શકે છે નરોડા ગામ રમખાણનો ચૂકાદો, જાણો અત્યાર સુધીની તમામ અપડેટ
Naroda Patiya Kand : ગુજરાતના નરોડા ગામમાં થયેલા રમખાણોમાં અમદાવાદની એક વિશેષ અદાલત આજે ચુકાદો આપી શકે છે. સ્પેશિયલ જસ્ટિસ એસકે બક્ષીની અદાલત 68 આરોપી સામે ચુકાદો આપશે.
28 ફેબ્રુઆરી, 2002ના રોજ અમદાવાદ શહેરના નરોડા ગામ વિસ્તારમાં કોમી રમખાણોમાં 11 લોકોના મોત થયા હતા. આ કેસમાં 86 આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

કુલ 86 આરોપીઓમાંથી અત્યાર સુધીમાં 18 લોકોના મોત થઇ ચુક્યા છે. ગુજરાતના પૂર્વ મંત્રી અને ભાજપના નેતા માયા કોડનાની અને બજરંગ દળના નેતા બાબુ બજરંગી પણ ટ્રાયલનો સામનો કરી રહેલા 86 આરોપીઓમાં સામેલ છે.
સ્પેશિયલ પ્રોસિક્યુટર સુરેશ શાહે જણાવ્યું હતું કે, 2010માં શરૂ થયેલી ટ્રાયલ દરમિયાન પ્રોસિક્યુશન અને ડિફેન્સે અનુક્રમે 187 અને 57 સાક્ષીઓની તપાસ કરી હતી અને લગભગ 13 વર્ષ સુધી ચાલેલા કેસમાં છ જજો દ્વારા સુનાવણી કરવામાં આવી હતી.
સપ્ટેમ્બર 2017માં ભાજપના વરિષ્ઠ નેતા (હવે કેન્દ્રીય ગૃહમંત્રી) અમિત શાહ ભાજપના નેતા માયા કોડનાનીના બચાવ પક્ષના સાક્ષી તરીકે કોર્ટમાં હાજર થયા હતા.
માયા કોડનાનીએ કોર્ટને વિનંતી કરી હતી કે, તેણીને તે સાબિત કરવા માટે સમન્સ મોકલવામાં આવે કે, તેણી ઘટનાના દિવસે ગુજરાત વિધાનસભામાં અને બાદમાં સોલા સિવિલ હોસ્પિટલમાં હાજર હતી અને નરોડા ગામમાં જ્યાં હત્યાકાંડ થયો હતો.
પ્રોસિક્યુશન દ્વારા રજૂ કરાયેલા પુરાવામાં પત્રકાર આશિષ ખેતાન દ્વારા હાથ ધરવામાં આવેલા સ્ટિંગ ઓપરેશનનો વીડિયો અને તે સમય દરમિયાન કોડનાની, બજરંગી અને અન્ય લોકોની કોલ ડિટેલનો સમાવેશ થાય છે. જ્યારે સુનાવણી શરૂ થઈ, ત્યારે એસએચ વોરા પ્રમુખ ન્યાયાધીશ હતા. જેમને બાદમાં ગુજરાત હાઈકોર્ટમાં બઢતી આપવામાં આવી હતી. તેમના અનુગામી જ્યોત્સના યાજ્ઞિક, કેકે ભટ્ટ અને પીબી દેસાઈ ટ્રાયલ દરમિયાન નિવૃત્ત થયા છે.
ઉલ્લેખનીય છે કે, 27 ફેબ્રુઆરી, 2002ના રોજ અયોધ્યાથી કાર સેવકોથી ભરેલી ટ્રેન પરત ફરી રહી હતી, જેના પર હુમલો થયો હતો. ગોધરા ટ્રેનની ઘટનામાં 58 કાર સેવકોના મોત થયા હતા. એક દિવસ બાદ અમદાવાદ શહેરના નરોડા ગામ વિસ્તારમાં હિંસા થઈ હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
