Weather Update: બેવડી ઋતુ વચ્ચે એપ્રિલમાં આકારી ગરમીની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં હાલ ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. જેમાં વહેલી સવારે વાતાવરણ ઠંડુ જોવા મળી રહ્યું છે, જ્યારે બપોરે આકરો તાપ સહન કરવો પડી રહ્યો છે. ત્યારે આ બેવડી ઋતુ અંગે અનેક આગાહી સામે આવ રહી છે.
બેવડી ઋતુ અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા સાતમી માર્ચ બાદ તાપમાનમાં વધારો નોંધાવવાની આગાહી કરી હતી.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યું છે કે માર્ચ મહિનામાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યા કરશે. તેના કારણે વાતાવરણમાં પલટો પણ જોવા મળશે.
ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 7 માર્ચ પહેલાં ઉત્તર ગુજરાત, કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્ર, દક્ષિણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન કંઈક અંશે ઘટેલું રહેશે.

7 માર્ચ બાદ મહત્તમ તાપમાનમાં વધારો થવાની શક્યતાઓ રહેશે. ઉત્તર પૂર્વ ગુજરાતમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી રહેશે. કચ્છના ભાગોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી આસપાસ રહેશે.
તેઓના વધુ જણાવ્યા મુજબ ગુજરાતના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી અથવા આસપાસ રહેવાની શક્યતાઓ રહેશે. એપ્રિલ મહિનામાં પણ વંટોળ અને લૂની શક્યતાઓ રહેશે.
જ્યારે ગરમી અંગે હવામાન વિભાગે આગાહીમાં જણાવ્યું હતુ કે, હવામાન અંગેની આગાહી પ્રમાણે સોમવાર સુધી મહત્તમ તાપમાનમાં સામાન્ય ઘટાડો અને પછી આગામી પાંચ દિવસ તાપમાનમાં મોટા ફેરફારોની શક્યતાઓ નથી. શનિવારે હવામાન વિભાગ દ્વારા તાપમાન સામાન્ય કરતાં ઊંચું રહેવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે.
ગરમી વધવાના જે સંકેત આપવામાં આવ્યા છે તેના કારણે આ વર્ષે તાપમાન રેકોર્ડ તોડશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
હવામાન વિભાગે શનિવારે 7 દિવસની આગાહી કરી હતી તેમાં ગરમી, ઠંડી કે માવઠા અંગેની કોઈ ચેતવણી આપી નથી. પરંતુ આગામી દિવસોમાં ગરમીમાં વધારો થવાની શક્યતાઓ વ્યક્ત કરાઇ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
