ગુજરાતની ઘણી કોલેજો NIRF રેન્કિંગમાં ચમકી, જાણો કોલેજની યાદી
NIRF ranking: કેન્દ્ર સરકારના નેશનલ ઈન્સ્ટિટ્યુશન રેન્કિંગ ફ્રેમવર્ક (NIRF)ની દેશની ટોચની કોલેજોની યાદીમાં આ વર્ષે ગુજરાતની બે કોલેજોએ સ્થાન મેળવ્યું છે.
નેશનલ ઈન્સ્ટિટ્યુશન રેન્કિંગ ફ્રેમવર્કમાં આ કોલેજો 29મા ક્રમ પર IIT ગાંધીનગર અને 94મા ક્રમ પર ગુજરાત યુનિવર્સિટી છે. ગુજરાત યુનિવર્સિટીનો રેન્ક 21 ક્રમ નીચે ગયો છે, જ્યારે IIT ગાંધીનગરનું રેન્કિંગ છેલ્લા 3 વર્ષમાં 6 સ્થાન નીચે ગયું છે.
મેનેજમેન્ટ કોલેજોમાં, IIMA ફરી એકવાર પ્રથમ, MICA 32માં ક્રમે, IRMA 49માં, નિરમા 55માં અને PDEU 89માં ક્રમે છે.
આ તમામ કોલેજોએ પાછલા વર્ષની સરખામણીમાં તેમની રેન્ક વધુ સારી બનાવી છે. અમદાવાદ સ્થિત ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ મેડિકલ કેટેગરીમાં 45મા ક્રમે છે.

એન્જિનિયરિંગ કેટેગરીમાં IIT ગાંધીનગર 18મા ક્રમે છે, જ્યારે સુરત સ્થિત SVNIT 59મા ક્રમે છે.
અમદાવાદ સ્થિત CEPT યુનિવર્સિટી આર્કિટેક્ચર કેટેગરીમાં 6મા ક્રમે છે, જ્યારે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી તેની કેટેગરીમાં 8મા ક્રમે છે.
ફાર્મા કેટેગરીમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મા એજ્યુ એન્ડ રિસર્ચ અમદાવાદ 15મા ક્રમે, નિરમા 37મા ક્રમે, MSU 44મા ક્રમે, પારુલ યુનિવર્સિટી 47મા, LM ફાર્મા 52મા, GTUને 70મા, રમણભાઈ પટેલ કોલેજને 90મા, ઉકા તરસાડીયાને 91મા ક્રમે છે.
સમગ્ર દેશમાં માત્ર 3 ઓપન યુનિવર્સિટીઓમાં ગુજરાતની બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટી ત્રીજા ક્રમે છે.
કૃષિ યુનિવર્સિટીઓમાં આણંદ કૃષિ યુનિવર્સિટી 23મા ક્રમે છે, જ્યારે નવસારી સ્થિત કૃષિ યુનિવર્સિટી 35મા ક્રમે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
