અમદાવાદીઓને મોટી રાહત, હવે AMTS-BRTS માં એક જ ટિકીટથી મુસાફરી કરી શકાશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ની સ્ટેન્ડિંગ કમિટીએ AMTS અને BRTS માટે સિંગલ મોબિલિટી સિસ્ટમ લાગુ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. આ નિર્ણયથી મુસાફરો એક જ ટિકિટ અથવા કાર્ડનો ઉપયોગ કરી બંને જાહેર પરિવહન સેવાઓમાં મુસાફરી કરી શકશે. ચેરમેન દેવાંગ દાણીએ સમિતિની નિયમિત બેઠક બાદ આ જાહેરાત કરી.

તેમણે પત્રકારોને જણાવ્યું કે, દરરોજ છ લાખથી વધુ લોકો AMTS અને BRTS નો ઉપયોગ કરે છે, જે શહેરની જીવાદોરી છે. સીમલેસ, સમય-બચત અને ટેક્નોલોજી-આધારિત પ્રવાસ માટે એકીકૃત ટિકિટિંગ સિસ્ટમ મંજૂર કરાઈ છે. આનાથી અલગ ટિકિટો અને કતારોની જરૂરિયાત દૂર થશે. મુસાફરો સરળ સ્કેનિંગથી બસોમાં પ્રવેશી શકશે, જેનાથી કાર્યક્ષમતા અને સુવિધા વધશે.
આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ 470 કરોડ છે, જે 12 મહિનામાં સંપૂર્ણપણે લાગુ થઈ જશે. આમાં ઓપરેશન અને મેન્ટેનન્સ (O&M) નો સમયગાળો પણ શામેલ છે. આમાં પાંચ વર્ષ પછીના તમામ હાર્ડવેર અને સોફ્ટવેર અપગ્રેડેશન અમલ કરતી એજન્સી વિનામૂલ્યે કરશે, જેથી સિસ્ટમ આધુનિક અને અદ્યતન રહે.
આ પહેલના ભાગરૂપે AMTS અને BRTS ના રૂટ અને કનેક્ટિવિટીની સંપૂર્ણ માહિતી આપવા માટે સંકલિત જર્ની પ્લાનર વિકસાવાશે. ભવિષ્યમાં, GSRTC, મેટ્રો, ભારતીય રેલવે, હાઈ-સ્પીડ રેલ તેમજ છેવાડાના વિસ્તારો માટે ઓટો-રીક્ષા અને કેબ સેવાઓ પણ આ પ્લેટફોર્મ સાથે જોડાશે.
સિસ્ટમમાં મોબાઇલ એપ્લિકેશન દ્વારા યુનિક QR કોડ મળશે, જેનાથી મુસાફરો સુવિધા મુજબ બેલેન્સ લોડ કરી શકશે અને મુસાફરી અનુસાર ભાડું આપોઆપ કપાશે. WhatsApp ચેટબોટ સુવિધા પણ શરૂ થશે, જે મુસાફરોને વિગતો દાખલ કરીને QR-આધારિત ટિકિટ મેળવવામાં મદદ કરશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
