Drugs seized in Ahmedabad : ડ્રગ્સના ભોરિંગની ઝપેટમાં ગુજરાત, ફરીથી અધધ 3.45 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપાયુ
Drugs seized in Ahmedabad : ગુજરાતમાં ધીરે ધીરે નશાનો ભોરિંગ તેની ફણ ફેલાવી રહ્યો હોય તેમ ડ્રગ્સની જાળ ફેલાઈ રહી છે. અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચે વધુ એક વખત કરોડોની કિંમતનું ડ્રગ્સ ઝડપ્યું છે.
અહેવાલો અનુસાર, અમદાવાદની શહેરી ફોરેન પોસ્ટલ ઓફિસમાંથી 3.45 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાતા ઘણા સવાલો ઉભા થયા છે.

આ ડ્રગ્સ કેનેડા, થાઈલેન્ડ અને યુએસએમાંથી મંગાવવામાં આવ્યું હતું. પોલીસ તપાસ કરી રહી છે કે આ નશીલો જથ્થો કોણે મંગાવ્યો અને કોના માટે લાવવામાં આવ્યો?
આ સિવાય ઇન્વેસ્ટિગેશનની દિશામાં અન્ય પાર્સલો પર પણ શંકા ઉઠી છે. સવાલો ઉભા થઈ રહ્યાં છે કે શું શહેરમાં વધુ ડ્રગ્સના કિસ્સા સામે આવી શકે?
ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી ડ્રગ્સના મોટા જથ્થા ઝડપાઈ રહ્યા છે. સરકાર અને સુરક્ષા એજન્સીઓએ આવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સખત કાર્યવાહી કરવાની જરૂર છે. યુવાનોમાં નશાનું નુકસાન અટકાવવા માટે સજાગતા અને કડક કાયદા અમલમાં મૂકવા પડશે.
પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે. આવનારા દિવસોમાં વધુ મોટા ખુલાસાઓ થઈ શકે છે.
જણાવી દઈએ કે ગુજરાતમાં ડ્રગ્સ ઝડપાયુ હોય તેવી આ પહેલી ઘટના નથી. છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતમાંથી હજારો કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાઈ ચુક્યુ છે. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી દરિયાઈ માર્ગે હજારો કરોડનું ડ્રગ્સ આવી રહ્યું છે પરંતુ હવે જે રીતે પોસ્ટ ઓફિસમાંથી ડ્રગ્સ ઝડપાયુ છે તેને ઘણા સવાલ ઉભા કર્યા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
