અમદાવાદ: શેલામાં હીટ એન્ડ રનની ઘટના, થાર ચાલકે ટક્કર મારતા ડિલિવરી બોયનું મોત
રાજ્યમાં દિવસને દિવસે અકસ્માતની ઘટના વધી રહી છે, ત્યારે અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. અમદાવાદના શેલા વિસ્તારમાં થારચાલકની ટક્કરે ફૂડ ડિલિવરી બોયનું મોત નિપજ્યું હતું. આ કારચાલકે એટલી ભયાનક ટક્કર મારી હતી કે વાહનચાલક ફંગોળાઈને દૂર પટકાયો હતો, જેના કારણે તેને ગંભીર ઈજાઓ થતાં મૃત્યુ પામ્યો હતો. આ મૃતકની ઓળખ સફ્ફાન બ્યાવરવાલા તરીકે થઇ છે.
મળતી માહિતી મુજબ શેલા વિસ્તારમાં આ હિટ એન્ડ રન ઘટના ઘટી હતી. જેમાં થાર કાર ચાલકે ડીલીવરી બોયને અડફેટમાં લીધો હતો. આ અકસ્માતની ઘટના ગઈકાલ એટલે કે રવિવારને 12 જાન્યુઆરી, 2025 રાત્રીની છે. આ અકસ્માતમાં કાર ચાલકે મોપેડને ટક્કર મારી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે મોપેડ લઇને જતા સાફફાન બિયાવરવાલાનું મોત નિપજ્યું હતું.

પોલીસે CCTV મારફતે શોધખોળ શરૂ કરી
આ ઘટનાની જાણ થતાં જ મૃતક યુવકના પરિવારે દાવો કર્યો હતો કે GJ01WS1791 નંબરની કારે અમારા પુત્રના વાહનને ટક્કર મારી હતી. જો કે તેમના આ દાવાની પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસે ઘટનાસ્થળની આજુબાજુના સીસીટીવી કેમેરાની ફૂટેજની શોધ શરૂ કરી છે.
કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ
અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટનાઓમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો હોવાના કારણે લોકોમાં રોષ ફેલાયો છે. ત્યારે આ ઘટનાઓ વારંવાર ન બને તેને લઇ લોકો દ્વારા પોલીસ સમક્ષ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જોકે રાત્રિના સમયે બનેલ ઘટનામાં પોલીસે કાર્યવાહી આદરી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
