અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં સામે આવ્યા 366 નવા કોરોના કેસ, 2 દર્દીના મોત
અમદાવાદમાં મંગળવારે કોરોનાના દૈનિક કેસમાં 25નો વધારો થતા નવા 366 કેસ અને બે દર્દીના મોત નોંધાયા હતા.
અમદાવાદઃ અમદાવાદમાં મંગળવારે કોરોનાના દૈનિક કેસમાં 25નો વધારો થતા નવા 366 કેસ અને બે દર્દીના મોત નોંધાયા હતા. મંગળવારે કોરોનાના વધુ 882 દર્દી સાજા થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. માર્ચ 2020થી શહેરમાં કોરોના મહામારી શરુ થયા બાદથી 15 ફેબ્રુઆરી સુધીમાં શહેરમાં કુલ 3,75,884 કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ 3,69,470 દર્દી સાજા થયા છે. કુલ 3587 દર્દીના કોરોના સંક્રમણ થવાની મોત થયા છે.

રાજ્યની વાત કરીએ તો છેલ્લા બે સપ્તાહથી રાહતની સ્થિતિ છે. હવે કોરોનાના નવા કેસનો આંક 1 હજારથી ઓછો થઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 998 નવા કેસ સામે આવ્યા છે. રાજ્યમાં કોરોનાના દૈનિક કેસનો આંક 1 હજારથી નીચે નોંધાયો હોય એવુ બીજી જાન્યુઆરી એટલે કે 44 દિવસ પછી પ્રથમવાર બન્યુ છે. છેલ્લા 24 કલાકમાં 16 વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા છે.
અમદાવાદ, વડોદરા, સુરત અને ગાંધીનગર એમ ચાર જિલ્લા એવા છે જ્યાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસ 50થી વધુ નોંધાયા છે. જેમાં અમદાવાદ શહેરમાં 366, ગ્રામ્યમાં 10 સાથે 376, વડોદરા શહેરમાં 162, ગ્રામ્યમાં 49 સાથે 211, સુરત શહેરમાં 38, ગ્રામ્યમાં 35 સાથે 73, જ્યારે ગાંધીનગર શહેરમાં 36, ગ્રામ્યમાં 15 સાથે 51 કેસનો સમાવેશ થાય છે. રાજ્યમાંથી રાજકોટ ગ્રામ્યમાં 26 અને શહેરમાં 20 સાથે 46, ભરુચમાં 22, બનાસકાંઠામાં 20, ખેડામાં 19, તાપીમાં 17, મોરબીમાં 16, પાટણમાં 15, મહેસાણામાં 14, જામનગર શહેરમાં 7 અને ગ્રામ્યમાં 6 સાથે 13, ભાવનગર શહેરમાં 10 અને ગ્રામ્યમાં 2 સાથે 12, સાબરકાંઠામાં 11, મહીસાગરમાં 10, આણંદ-વલસાડમાં 9, નવસારીમાં 8, કચ્છ-પંચમહાલમાં 7, દાહોદમાં 6, અરવલ્લી-દેવભૂમિ દ્વારકામાં 5, છોટા ઉદેપુર-ડાંગમાં 4, જૂનાગઢ શહેરમાં 2 અને ગ્રામ્યમાં 2 સાથે 4, અમરેલીમાં 1 નવા કેસ નોંધવામાં આવ્યા હતા.
બોટાદ, ગીર સોમનાથ, પોરબંદર, સુરેન્દ્રનગર એમ ચાર જિલ્લાઓમાં એક પણ કેસ નોંધાયો નથી. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ કેસ હવે 12,17,328 છે. છેલ્લા 24 કલાકમાં વડોદરામાંથી 5, સુરતમાંથી 3, અમદાવાદમાંથી 2, ગાંધીનગર-તાપી-મોરબી-વલસાડ-પંચમહાલ-દેવભૂમિ દ્વારકા વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા હતા. રાજ્યમાં કોરોનાથી કુલ મોતનો આંક હવે 10838 છે. છેલ્લા 24 કલાકમાં વધુ 2454 દર્દી સાજા થયા છે. અત્યાર સુધી કુલ 11,95,292 દર્દી કોરોનાને હરાવી ચૂક્યા છે અને રિકવરી રેટ 98.19 ટકા છે. રાજ્યમાં હાલમાં 11,195 સક્રિય કેસ છે જ્યારે વેંટીલેટર પરના દર્દીઓ 77 છે. અમદાવાદમાં સૌથી વધુ 4145 દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ છે.












Click it and Unblock the Notifications
