CMએ કરાવ્યું મ્યુનિસિપલ ગ્રીન બોન્ડનું બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ
Municipal Green Bonds: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રૂપિયા 200 કરોડના મ્યુનિસિપલ ગ્રીન બોન્ડનું બોમ્બે સ્ટોક એક્સચેન્જ BSEમાં લિસ્ટિંગ કરાવ્યું હતું.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મેયર પ્રતીભા જૈન, ડેપ્યુટી મેયર જતીન પટેલ અને વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે BSE બેલ રિંગિંગ સેરેમનીથી આ બોન્ડ લિસ્ટિંગ સંપન્ન કર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેટ ઝીરોનું જે લક્ષ્ય સસ્ટેઇનેબલ અને એન્વાલયરમેન્ટ ફ્રેન્ડીલી ડેવલપમેન્ટશ માટે આપ્યું છે, તેને અમદાવાદ મહાનગરપાલિકાએ આ રૂપિયા 200 કરોડના મ્યુનિસિપલ ગ્રીન બોન્ડથી પાર પાડવાની પહેલ કરી છે.

અમદાવાદ મહાનગરપાલિકાએ આવા ગ્રીન બોન્ડ લિસ્ટિંગ કરનારી રાજ્યની પ્રથમ મહાનગરપાલિકાનું ગૌરવ પણ મેળવ્યું છે. અમદાવાદ મહાનગરમાં સાતત્યપૂર્ણ અને પર્યાવરણ સંતુલન સાથેના વિકાસ પ્રોજેક્ટ ગ્રીન પ્રોજેક્ટ માટે આ ગ્રીન બોન્ડ ઉપયુક્ત બનશે.
અમદાવાદમાં સ્યુએજ ગટરના પાણીનું શુદ્ધિકરણ કરીને ઉદ્યોગોને વપરાશ માટે આપવા ગ્રીન એનર્જી ઉત્પાદન તથા ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ સહિતના વિવિધ ગ્રીન પ્રોજેક્ટમાં અસરકારક કામગીરી માટે આ બોન્ડ ઇસ્યુ બહાર પાડવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રૂપિયા 200 કરોડના રાજ્યના પ્રથમ મ્યુનિસિપલ ગ્રીન બોન્ડનું બિડિંગ 5 ફેબ્રુઆરીના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સવારે 11 કલાકે ઓનલાઈન બિડિંગ પ્લેટફોર્મ ઉપર શરૂ કરવામાં આવ્યું હતું.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો AA+ ક્રેડિટ રેટિંગ ધરાવતો સદરહુ ગ્રીન બોન્ડ શરૂઆતની 04 સેકન્ડમાં જ રૂપિયા 200 કરોડના બોન્ડ સાઈઝ સામે રૂપિયા 415 કરોડનું સબ્સસ્ક્રિપ્શન મળ્યું છે.
બિડિંગ સમય પૂર્ણ થવા સુધી જુદા-જુદા 30 ઈન્વેસ્ટર તરફથી રૂપિયા 1360 કરોડનું સબ્સસ્ક્રિપ્શન થયેલું છે. આમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો રૂપિયા 200 કરોડનો ગ્રીન બોન્ડ 13.60 ગણો ભરાયેલો છે.
આ ગ્રીન બોન્ડ લિસ્ટિંગ અવસરે અમદાવાદના મેયર પ્રતિભા જૈન, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના અગ્ર સચિવ અશ્વિનીકુમાર, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસન, ડેપ્યુટી મેયર જતીન પટેલ, નાણા વિભાગના ડેપ્યુટી કમિશનર આર્જવ શાહ, બીએસસીના ચીફ બિઝનેસ ઓફિસર સમીર પાટીલ, એસબીઆઇ કેપિટલ માર્કેટના ડાયરેક્ટર એન્ડ પ્રેસિડેન્ટ ઉપસ્થિત રહ્યા હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
