Catch the Rain : અમદાવાદમાં વરસાદી પાણી બચાવવા રૂફટોપ રેઇન વોટર હાર્વેસ્ટિંગની પહેલ
Catch the Rain : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા વરસાદી પાણીના સંરક્ષણ માટે મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારના કેચ ધ રેઇન અભિયાનના અનુસંધાને અમદાવાદ શહેરમાં આવેલા સરકારી મકાનોની છત ઉપર રૂફટોપ રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ સ્થાપવાની કામગીરી હાથ ધરાઈ છે.
AMC દ્વારા આગામી 1.5 વર્ષમાં શહેરના તમામ ઝોનમાં આવેલી અંદાજે 1800 સરકારી ઇમારતોમાં આ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવશે. જેમાં ઝોનલ ઓફિસો, વોર્ડ ઓફિસો, હોસ્પિટલ્સ, મ્યુનિસિપલ શાળાઓ, અર્બન હેલ્થ સેન્ટર્સ, લાઈબ્રેરીઝ, ડ્રેનેજ પંપિંગ સ્ટેશનો અને વોટર ડિસ્ટ્રિબ્યુશન યુનિટ્સનો સમાવેશ થાય છે.

આ અભિયાન હેઠળ ધાબે પડતું વરસાદી પાણી વહી ન જાય, તેનો પુરો પુનઃઉપયોગ થાય તે માટે આધુનિક પદ્ધતિથી ફિલ્ટર કરી તેને જમીનના અંડરગ્રાઉન્ડ ટાંકા અથવા હાલની બોરવેલ/પરકોલેશન વેલમાં મોકલવામાં આવશે. આવું કરવાથી ભૂગર્ભ જળસ્તર વધશે અને પાણીની ગુણવત્તા સુધરશે.
પ્રથમ તબક્કામાં અંદાજે 5.50 કરોડના ખર્ચે 400 ઈમારતોમાં આ સિસ્ટમ મૂકવાનું કામ આરંભાયું છે, જે આગામી ચોમાસા પહેલાં પૂર્ણ કરવામાં આવશે.
આ કામગીરી દ્વારા AMC દૈનિક પાણી પુરવઠા પરના ભારને ઘટાડવા સાથે નર્મદાના પાણીના ઉપયોગમાં બચત કરવાનુ લક્ષ્ય ધરાવે છે. આ ઉપરાંત ભૂજળ સ્તરે સુધારો પણ જોવા મળશે, જે આગામી સમયમાં પાણીની દૂર્લભતાને પહોંચી વળવામાં મદદરૂપ બનશે.
આ રીતે AMC દ્વારા વરસાદી પાણીનું સંરક્ષણ કરીને ટકાઉ વિકાસ અને પાણીના સ્ત્રોતોની રક્ષા કરવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જે સમગ્ર ગુજરાત માટે પ્રેરણાત્મક બની રહે છે.
-
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ











Click it and Unblock the Notifications
