દબાણ હટાવવા ગયેલા AMCના ઉચ્ચ અધિકારી પર ટોળા દ્વારા હુમલો, લોહીલુહાણ હાલતમાં હૉસ્પિટલ ખસેડાયા

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના ઉચ્ચ અધિકારી પર હુમલાની ઘટના સામે આવી છે. દબાણ હટાવવાની કાર્યવાહી દરમિયાન તેમના પર હુમલો કરવામાં આવ્યો.

એએમસી દ્વારા સિવિલની નજીકના દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી હતી. જે દરમિયાન દબાણ દૂર કરતી ટીમ પર ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. દબાણ દૂર કરવાની કામગીરી વખતે અમદાવાદના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમ્ય ભટ્ટ પર હુમલો કરાતા તેમને લોહીલુહાણ હાલતમાં એસવીપી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

AMC

ઘટનાની વિગત મુજબ મહાનગરપાલિકાની ટીમ સિવિલ નજીક દબાણો દૂર કરી રહી હતી. ત્યારે અચાનક જ ટોળાએ ટીમ પર હુમલો કરી દીધો. જેમાં ડેપ્યુટી કમિશનર રમ્ય ભટ્ટને ખૂબ માર મારવામાં આવ્યો હતો. લોહીલુહાણ હાલતમાં તેમને હૉસ્પિટલ લઈ જવાયા હતા.

હુમલા બાદ પોલીસ ત્વરિત કાર્યવાહી કરીને આરોપીઓને પકડવા તપાસ હાથ ધરી હતી. બાતમીના આધારે બે હુમલાખોરોને ઘરમાંથી નશાની હાલતમાં ઝડપી પાડવામાં આવ્યા હતા. બંને આરોપીઓની ધરપકડ કરી શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X