હવે શિયાળાની વિદાય અને ઉનાળાનું આગમન નક્કી, બેવડી ઋતુની માર વચ્ચે ભયંકર ગરમીની અંબાલાલની આગાહી
રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. વહેલી સવારે ઠંડી અને બપોરે ગરમીનો અનુભવાઈ રહ્યો છે. ત્યારે હવે નવી આગાહી મુજબ આ વર્ષે ઉનાળામાં ભયંકર ગરમીનો સામનો કરવો પડી શકે છે.
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે અને આગામી 2 દિવસ પછી તાપમાનનો પારો 2થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે.પહાડી રાજ્યોમાં ધીમે ધીમે ઠંડીનું પ્રમાણ ઘટી રહ્યું છે અને હવે ત્યાં લોકો ગરમ કપડાં પહેરવાનું છોડી રહ્યા છે.
હવે ગુજરાતમાં પણ ઠંડીનું જોર ઘટશે તેવી આગાહી નિષ્ણાંતો કરી રહ્યા છે. ત્યારે આ બાજુ ગુજરાતમાં પણ વાદળછાંયુ વાતાવરણ રહેવાની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે. જેના કારણે ખેડૂતોની ચિંતામાં મોટો વધારો થયો છે.
ફેબ્રુઆરી મહિનામાં ગરમી શરૂ થઈ જતાં હવામાન વિભાગ પણ ચિંતામાં મૂકાઈ ગયું છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી કહે છે કે, 17-18-19 ફેબ્રુઆરીએ રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. વાદળો આવવાથી જીરા અને ઘઉંના પાકોમાં અસર થશે.
ગરમીના વટઘટથી ઘઉંના પાકમાં અસર જોવા મળશે. નબળા વેસ્ટર્ન ડિસ્ટબન સાથે પવન દૂર રહેશે. જેથી ગાંધીનગરના આસપાસના વિસ્તારોમાં પવન આંશિક રહેશે.

રાજ્યના કેટલાક ભાગોમાં 17-18-19 તારીખે પવનની ગતિ 20 કિમી પ્રતિ કલાકથી ઉપર રહેશે. કેટલાક ભાગોમાં 18 કિમી પ્રતિ કલાકે રહેવાની શક્યતા છે. ઉત્તર અને પૂર્વ ગુજરાત અને કચ્છના ભાગોમાં પવનનું જોર વધુ રહેશે.
તો આ તરફ હવામાન વિભાગે આગાહી કરી છે કે, ગુજરાતમાં હાલ પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે. આવનારા સાત દિવસ દરમિયાન ગુજરાતનું હવામાન સૂકું રહેશે. આવનારા પાંચ દિવસ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર જોવા મળશે નહીં.
તો હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામીએ આગાહી કરતા જણાવ્યું હતુ કે, આ વખતનો શિયાળો સામાન્યથી નજીક સારો રહ્યો છે. શિયાળામાં જે પ્રકારે ઠંડીના રાઉન્ડ આવવા જોઈએ તે પ્રમાણે આવ્યા છે.
આપણા પૂર્વાનુમાન સાથે આ વખતે શિયાળો સારો જોવા મળ્યો છે. હવે ધીરે ધીરે શિયાળાના વિદાયની શરૂઆત જોવા મળી રહી છે. આ વિદાયની શરૂઆત 10થી 12 દિવસ ચાલશે. એટલે ફેબ્રુઆરી મહિનામાં તો ઠંડી રહેશે જ એવું લાગી રહ્યું છે.
હાલ તાપમાન ઊંચું ગયું છે પરંતુ વચ્ચે વચ્ચે ઉત્તરના પવનો ફૂંકાવાને કારણે રાત્રિના સમયે શિયાળા જેવો અનુભવ થાય છે. જેના કારણે મિક્સ ઋતુનું વાતાવરણ ચાલી રહ્યું છે. આવા મોસમમાં સમાજમાં શરદી ઉધરસ અને તાવની બીમારી પણ વધી છે.
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ







Click it and Unblock the Notifications
