અકાસા એર શરૂ કરશે અમદાવાદ-કોલકાતા-પોર્ટ બ્લેર ફ્લાઈટ, જાણો ભાડું
Ahmedabad-Kolkata-Port Blair flight price: બજેટ એરલાઇન અકાસા એર દ્વારા આગામી મહિનાથી એટલે કે નવેમ્બરથી શિયાળાના સમયપત્રક હેઠળ અમદાવાદ અને પોર્ટ બ્લેર વચ્ચે કોલકાતા થઈને કનેક્ટિંગ ફ્લાઈટ સેવા શરૂ કરવામાં આવશે.
13 નવેમ્બરથી શરૂ થતી અમદાવાદ અને પોર્ટ બ્લેર વચ્ચે કોલકાતાની કનેક્ટિંગ ફ્લાઈટ સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ (SVPI) એરપોર્ટ પરથી સવારે 5:10 કલાકે ઉપડશે અને સવારે 7:50 કલાકે કોલકાતાના નેતાજી સુભાષ ચંદ્ર બોઝ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થશે.
થોડા સમયના વિરામ બાદ, તે કોલકાતાથી સવારે 8:30 કલાકે ઉપડશે અને લગભગ 10:45 કલાકે પોર્ટ બ્લેરના વીર સાવરકર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરશે.
આ દરમિયાન રિટર્ન મુસાફરીમાં ફ્લાઇટ પોર્ટ બ્લેયરથી સવારે 11:25 કલાકે ઉપડશે, 1:40 કલાકે કોલકાતામાં ઉતરશે અને થોડા સમયના થોભ્યા પછી, 2:20 કલાકે અમદાવાદ માટે રવાના થશે અને સાંજે 5:10 કલાકે અમદાવાદના SVPI એરપોર્ટ પર પહોંચશે.

ઉલ્લેખનીય છે કે, ફ્લાઇટ સેવા અઠવાડિયામાં ત્રણ દિવસ ઓપરેટ કરવામાં આવશે. જેમાં સોમવાર, બુધવાર અને શુક્રવારના રોજ ફ્લાઈટ ઓપરેટ કરવામાં આવશે.
અમદાવાદથી કોલકત્તા માટે આકાસા એરલાઈનની હાલ જે ફ્લાઈટ ઓપરેટ થઈ રહી છે, તે મુંબઈ થઈને કોલકત્તા જાય છે. અમદાવાદ કોલકત્તા ફ્લાઈટનું ભાડું અંદાજે 7500 રૂપિયા છે.
અમદાવાદથી હાલ પોર્ટ બ્લેર જવા માટેની જે ફ્લાઈટ છે, તે ચેન્નાઈ થઈને પોર્ટ બ્લેર જાય છે. અમદાવાદથી પોર્ટ બ્લેર જવા માટે પ્રવાસીઓએ 11000 થી 13000 સુધી ભાડું ચુકવવું પડી રહ્યું છે. આ ભાડામાં વધારો કે ઘટાડો થતો રહે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
