અમદાવાદ કોર્પોરેશન શહેરમાં પ્રદુષણ ઘટાડશે, કોમનવેલ્થ ગેમ્સને લઈને બજેટમાં જોગવાઈ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2026-27ના બજેટમાં શહેરની હવાની ગુણવત્તા સુધારવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. કોમનવેલ્થ ગેમ્સ 2030ને ધ્યાનમાં રાખીને પ્રદૂષણ નિયંત્રણ માટે આયોજન હાથ ધરાયું છે.
આ પ્રોજેક્ટ અંતર્ગત તાજેતરમાં મ્યુનિસિપલ કમિશનર અને IIT કાનપુરના નિષ્ણાતો વચ્ચે એક મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં સ્માર્ટ સેન્સિંગ અને ડિજિટલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીના ઉપયોગ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

IIT કાનપુરના પ્રોફેસર સચ્ચિદાનંદ ત્રિપાઠીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત મોનિટરિંગ સિસ્ટમનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. આ સિસ્ટમ દ્વારા શહેરમાં હવાની ગુણવત્તાનું રિયલ ટાઈમ મોનિટરિંગ શક્ય બનશે.
નવા આયોજન મુજબ સેન્સર નેટવર્ક અને મોબાઈલ લેબોરેટરીની મદદથી પ્રદૂષણ ફેલાવતા હોટસ્પોટ્સની ઓળખ કરવામાં આવશે. જેના આધારે વોર્ડ સ્તરે તાત્કાલિક અસરથી પ્રદૂષણ ઘટાડવાના પગલાં લેવાશે.
વર્ષ 2026 થી 2030 દરમિયાન તબક્કાવાર રીતે સેન્સર ઇન્સ્ટોલેશન અને ડેટા પ્લેટફોર્મ વિકસાવવાનું કામ પૂર્ણ કરવામાં આવશે. આ વૈજ્ઞાનિક અભિગમથી શહેરના પર્યાવરણને મોટો ફાયદો થવાની આશા છે.
આ ટેકનોલોજી આધારિત પહેલથી અમદાવાદમાં રોડ ડસ્ટ, ટ્રાફિક અને વાહનોના ઉત્સર્જન પર અસરકારક નિયંત્રણ લાવી શકાશે. જેના કારણે નાગરિકોના આરોગ્યમાં પણ નોંધપાત્ર સુધારો જોવા મળશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
