અમદાવાદના દિવ્યાંગ યુવાનની અનોખી રામ ભક્તિ, રામરક્ષા સ્ત્રોત કંઠસ્થ કરી સુંદર પરફોર્મન્સ રજૂ કર્યું
ram mandir Pran Pratistha mahotsav: આજે વાત કરીશું અમદાવાદના એવા દિવ્યાંગ યુવાનની કે, જેણે અમદાવાદ શહેરને ગૌરવ અપાવ્યું છે. 17 વર્ષીય દિવ્યાંગ ઓમ વ્યાસ કે જે લખી કે વાંચી શકતો નથી તથા પોતાની દૈનિક દિનચર્યા પણ જાતે કરી શકતો નથી, પરંતુ કુદરતી બક્ષિસના કારણે ઓમ સાંભળીને સંસ્કૃતના અનેક શ્લોકો બોલી શકે છે. તમને જાણીને નવાઈ લાગશે કે, ઓમને સંસ્કૃતના હજારો શ્લોકો મોઢે કંઠસ્થ છે.
આયોધ્યા ખાતે 22 જાન્યુઆરીએ આયોજિત થનારા ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને પગલે યોજાયેલ રામકથાના ભાગરૂપે સમગ્ર દેશભરમાંથી 75 જેટલા દિવ્યાંગ અને પ્રજ્ઞાચક્ષુ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ તમામ દિવ્યાંગ લોકોમાં ઈશ્વરે ભેટ રૂપે આપલી કંઇક ને કંઇક ખૂબીઓ સમાયેલી હતી. વિવિધ ક્ષેત્રમાં નિપુણતા કેળવેલા આ દિવ્યાંગ યુવાનોએ સુંદર પરફોર્મન્સ કરી ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

જેમાં અમદાવાદના 17 વર્ષીય દિવ્યાંગ યુવાન ઓમ વ્યાસે રામરક્ષા સ્ત્રોત સુંદર રીતે કંઠસ્થ કર્યા હતા. ઓમના આ પરફોર્મન્સથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
ઓમના આ ટેલેન્ટના કારણે રામાનંદ મિશનના સંસ્થાપક પદ્મવિભૂષણ જગદગુરુ રામાનન્દાચાર્યજી મહારાજ દ્વારા 15 જાન્યુઆરીના રોજ યોજાયેલ રામકથામાં રામરક્ષા શ્લોકનું કઠન કરવા આમંત્રણ આપવામાં આવ્યું હતું.
દિવ્યાંગ યુવાન ઓમ વ્યાસે અત્યાર સુધી 400થી પણ વધુ શો કર્યા છે જેમાં કાંકરિયા કાર્નિવલ, નવરાત્રી, ભાદરવી પૂનમ અંબાજી ખાતે, સોમનાથ મંદિર ખાતે જેવી અનેક ખ્યાતનામ જગ્યાએ પરફોર્મન્સ કર્યા છે. ઓમને અનેક વાર એવોર્ડ્સ, મેડલ્સ, ટ્રોફી, સર્ટિફિકેટ થી સન્માનિત કરવામાં આવ્યો છે.ઓમના આ ટેલેન્ટના કારણે તેનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડસ, એશિયા બુક ઓફ રેકોર્ડસ, ઈન્ડીયા બુક ઓફ રેકોર્ડસ જેવી અલગ અલગ 18 બુક્સમાં નામ નોમીનેટ થયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઓમ વ્યાસને 2017માં પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ દ્વારા 'નેશનલ એવોર્ડ' એનાયત કરાયો હતો.
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ







Click it and Unblock the Notifications
