સક્રિય કોવિડ કેસોમાં અમદાવાદ ભારતમાં ચોથા ક્રમે, જાણો કોણ પહેલા ત્રણ?
અમદાવાદ શહેર અને જિલ્લામાં કોરોના કેસના વધારા વચ્ચે એક ચોંકાવનારી માહિતી સામે આવી છે.
અમદાવાદઃ અમદાવાદ શહેર અને જિલ્લામાં કોરોના કેસના વધારા વચ્ચે એક ચોંકાવનારી માહિતી સામે આવી છે. જ્યારે સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લા સાથે રાજ્યની તુલના કરવામાં આવે ત્યારે અમદાવાદ ભારતમાં ચોથા ક્રમે આવે છે. રવિવારે સવારે બેંગલુરુમાં કર્ણાટકના 83 ટકા સક્રિય કેસ, ત્યારબાદ મહારાષ્ટ્રના 60 ટકા કેસ મુંબઈમાં, ચેન્નઈના 50.5 ટકા કેસ તમિલનાડુમાં સામે આવ્યા છે જ્યારે ગુજરાતના 47 ટકા સક્રિય કેસ અમદાવાદમાં જોવા મળી રહ્યા છે.

મહારાષ્ટ્રના 1.76 લાખમાંથી 1 લાખ સક્રિય કેસ, પશ્ચિમ બંગાળના 62,000 માંથી 26,000 કોલકત્તામાં, તમિલનાડુના 40,000માંથી 20,000 અને કર્ણાટકના 38000 કેસમાંથી બેંગલુરુમાં 32,000 કેસ સામે આવ્યા છે. રવિવારના કેસોની અપડેટ બાદ ગુજરાતમાં 27,913 કેસ સક્રિય છે જેમાંથી 46 ટકા એટલે કે 12,864 કેસ અમદાવાદ જિલ્લામાં છે. સુરતમાં 7390 એટલે કે 26 ટકા કેસ, વડોદરા અને રાજકોટમાં 1300 કેસ સાથે 5 ટકા સક્રિય કેસ સામે આવ્યા છે. આ ચાર જિલ્લાઓમાં રાજ્યના 82 ટકા સક્રિય છે એટલે કે દર 10 સક્રિય કેસમાંથી એક કેસ આ જિલ્લાઓમાં છે.
નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદ મ્યુનિસિપાલ કૉર્પોરેશન આ સપ્તાહે સમીક્ષા કર્યા બાદ હૉસ્પિટલ બેડની માંગ કરી શકે છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ કે, જો કે કોરોના રસીકરણના કારણે હાલમાં હોસ્પિલાઈઝેશન પ્રમાણ ઓછુ છુ. 12000 દર્દીઓમાંથી 5 ટકા દર્દીઓને હોસ્પિટલાઈઝેશનની જરુર પડે છે. કોરોના કેસમાં વધારા સાથે હોસ્પિટલાઈઝેશન પણ વધશે તેવી સંભાવના નકારી શકાય નહિ. આરોગ્ય મંત્રી કે જેઓ શહેર અને જિલ્લાના પણ ઈનચાર્જ છે તેમણે હોસ્પિટલ, દવા અને ઓક્સજનની સ્થિતિની સમીક્ષા કરી છે.
સિવિલ હોસ્પિટલના વરિષ્ઠ ડૉક્ટરોએ જણાવ્યુ કે બાયપેપના ત્રણ દર્દીઓમાંથી બે દર્દીએ વેક્સીન લીધેલી નથી. એ જ રીતે જેમને આઈસીયુની જરુર પડે છે તેવા 6માંથી 1 વ્યક્તિએ સંપૂર્ણપણે વેક્સીનેટેડ નથી. ક્રિટિકલ કે સ્પેશિયાલિસ્ટે જણાવ્યુ કે, '17માંથી 14 વ્યક્તિને વધુ હસ્તક્ષેપની જરુર પડતી નથી. રસીકરણના ચોક્કસપણે સારા પરિણામો મળ્યા છે અને અમે કોરોનાની ગંભીરતા ઘટાડવા માટે લોકોને વહેલામાં વહેલી તકે રસીના બંને ડોઝ લઈ લેવા માટે અપીલ કરીએ છીએ.' તમને જણાવી દઈએ કે સિવિલ હોસ્પિટલના 17 ડૉક્ટરો કોવિડ સંક્રમિત જોવા મળ્યા હતા. આ ઉપરાંત અન્ય હોસ્પિટલોમાં પણ ત્રણ ડૉક્ટરો કોરોના સંક્રમિત થયા હતા. આ સાથે શહેરની હોસ્પિટલમાં 20 ડૉક્ટરો કોરોના સંક્રમિત સામે આવ્યા છે. જો કે કોઈને પણ હોસ્પિટલાઈઝેશનની જરુર પડી નથી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
