Ahmedabad Rain : વાસણા બેરેજના 25 દરવાજા ખોલાયા, નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા
Ahmedabad Rain : ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદને પગલે ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યુ છે. આ પાણીની અસર અમદાવાદને પણ થઈ છે.
અમદાવાદના વાસણા બેરેજનાં ૨૫ દરવાજા ખોલવામાં આવ્યા છે. જેને કારણે નદીના નીચાણવાળા વિસ્તારો વટવા, વેજલપુર, દસ્ક્રોઈ, અને ધોળકાના લોકોને સાવધ રહેવા એલર્ટ કરાયા છે.

રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, વાસણા બેરેજના કુલ ૨૫ દરવાજા ખોલીને સાબરમતી નદીમાં હાલ ૫૧,૧૨૬ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે વધુ પાણી છોડવાની શક્યતા છે, તેથી લોકોને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે.
જણાવી દઈએ કે, રાજસ્થાન સહિત ધરોઈ ડેમના ઉપરવાસના કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદને કારણે ડેમમાં ૨૭,૨૧૦ ક્યુસેક પાણીની આવક સામે ૬૪,૦૦૦ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવ્યું છે.
હાલ ધરોઈ ડેમમાં તેની કુલ સંગ્રહ ક્ષમતાના ૮૬ ટકાથી વધુ પાણી છે. ૧ સપ્ટેમ્બર પહેલા નિયમ સ્તર જાળવી રાખવા માટે પાણી છોડવામાં આવી રહ્યું છે. ધરોઈનો નિયમ સ્તર ૧૮૮.૬૭ મીટર છે, જ્યારે તેની પૂર્ણ જળ સપાટી ૧૮૯.૫૯ મીટર છે. ધરોઈ ગુજરાતનો ચોથો સૌથી મોટો ડેમ છે, જે સરદાર સરોવર નર્મદા, ઉકાઈ અને કડાણા ડેમ પછી આવે છે. તેની કુલ સંગ્રહ ક્ષમતા ૮૧૩.૧૩ MCM છે.
આજે સવારે ૧ વાગ્યા સુધીમાં ગુજરાતના અન્ય મહત્વના ડેમમાંથી પણ પાણી છોડવામાં આવ્યું છે, જેમાં વણાકબોરીમાંથી ૪૬,૦૦૦ ક્યુસેક, કડાણામાંથી ૫૯,૦૦૦ ક્યુસેક, કરજણમાંથી ૩૨,૦૦૦ ક્યુસેક, સરદાર સરોવરમાંથી ૪૫૯૦૦ ક્યુસેક અને ઉકાઈ ડેમમાંથી ૨૨,૦૦૦ ક્યુસેકથી વધુ પાણીનો સમાવેશ થાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
