અમદાવાદ આસપાસની 12 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ એક્શનમાં
અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં ખાનગી શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઈમેલ મળતા રાજ્યભરમાં ખળભળાટ મચી ગયો છે. અહેવાલો મુજબ, 9 થી 12 શાળાઓને આવા જ મેલ મળ્યા, જેમાં બપોરે 1:11 વાગ્યે વિસ્ફોટની ચેતવણી હતી.
આ ધમકીભર્યા સંદેશાઓમાં અમદાવાદ બ્લાસ્ટ સ્કૂલથી સાબરમતી જેલ સુધી જેવા વાક્યો તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને નિશાન બનાવવાની ધમકીનો સ્પષ્ટ ઉલ્લેખ હતો. કેટલાક મેલમાં ખાલિસ્તાની રેફરન્ડમનો પણ સમાવેશ કરાયો હતો.

ધમકીનો ભોગ બનેલી પ્રમુખ શાળાઓમાં થલતેજની જેબર અને ઉદગમ સ્કૂલ, વેજલપુરની ઝાઈડસ સ્કૂલ, ગુરુકુલ રોડની મહારાજા અગ્રસેન વિદ્યાલય, મકરબાની ડીએવી ઇન્ટરનેશનલ સ્કૂલ, વસ્ત્રાપુરની અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલ અને નિર્માણ સ્કૂલ સામેલ છે. ગાંધીનગર અને કલોલ વિસ્તારની કેટલીક શાળાઓને પણ આ પ્રકારની ધમકી મળી હોવાના અહેવાલ હતા.
ધમકી મળતાં જ શાળા સંચાલકોએ વાલીઓને બાળકોને ઘરે લઈ જવા જણાવ્યું હતુ, જેથી વર્ગો રદ થયા અને વિદ્યાર્થીઓને સુરક્ષિત ખસેડાયા. પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS), ડોગ સ્ક્વોડ, ફાયર બ્રિગેડ અને ક્રાઈમ બ્રાંચની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી સમગ્ર પરિસરની સઘન તપાસ કરી હતી.
પોલીસ ટીમો દ્વારા હાથ ધરાયેલી સઘન તપાસમાં અત્યાર સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. અમદાવાદ ક્રાઈમ બ્રાંચના જોઈન્ટ કમિશનર શરદ સિંઘલે આ મામલે જણાવ્યું કે, "તમામ જરૂરી સાવચેતીનાં પગલાં લેવાઈ રહ્યા છે. સાયબર ટીમ ઈમેલના સ્ત્રોતને શોધી રહી છે."
આ ઘટનાથી વાલીઓમાં પણ દહેશતનો માહોલ જોવા મળ્યો. એક વાલીએ જણાવ્યું કે, "સ્કૂલમાંથી મેસેજ આવતા અમે બાળકને તરત ઘરે લઈ આવ્યા. પછી જાણવા મળ્યું કે બોમ્બ ધમકીનો ઈમેલ આવ્યો છે. શાળાઓને નિશાન બનાવવી ખૂબ જ ડરામણી બાબત છે."
પોલીસ આ ધમકીને નકલી હોવાની આશંકા વ્યક્ત કરી રહી છે, જે અગાઉ દિલ્હી, બેંગલુરુ અને અમૃતસરમાં થયેલી સમાન ઘટનાઓ જેવી હોઈ શકે છે. સાયબર ક્રાઈમ ટીમ IP એડ્રેસ ટ્રેસ કરવામાં વ્યસ્ત છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો લોકસભા વિસ્તાર હોવાથી આ મામલો વધુ સંવેદનશીલ બન્યો છે.
જો કે, હાલ પૂરતો ખતરો ટળ્યો હોવાનું જણાઈ રહ્યું છે અને પોલીસ દ્વારા તપાસ ચાલુ છે. આવી ઘટનાઓ બાળકો અને વાલીઓમાં ગભરાટ પેદા કરે છે. પોલીસે લોકોને અફવાઓ ન ફેલાવવા અપીલ કરી છે અને શહેરભરમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
