ગુજરાતમાં NCBનુ સૌથી મોટુ ઑપરેશન, એમડી ડ્રગ્ઝની ફેક્ટરી પર 20 કલાક રેડ, રેકેટનો પર્દાફાશ
ગુજરાતમાં અમદાવાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો(NCB)ની ટીમે અત્યાર સુધીનુ સૌથી મોટુ ઑપરેશન કર્યુ છે.
અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો(NCB)ની ટીમે અત્યાર સુધીનુ સૌથી મોટુ ઑપરેશન કર્યુ છે. એનસીબીની ટીમે પહેલી વાર વાપી-વલસાડમાં ડ્રગ્ઝના મેન્યુફેક્ચરીંગ યુનિટ પર રેડ પાડી જે લગભગ 20 કલાક સુધી ચાલી. એનસીબીને ત્યાંથી 4.5 કિલોગ્રામ એમડી ડ્રગ્ઝ મળી આવ્યુ. ડ્રગ્ઝના મેન્યુફેક્ચરીંગ યુનિટ એટલે કે નશાની ફેક્ટરીમાંથી 85 લાખ રૂપિયાની રોકડ પણ જપ્ત કરવામાં આવી છે.

સૌથી મોટા ડ્રગ્ઝ રેકેટનો પર્દાફાશ
અમદાવાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો(NCB)ના અધિકારીએ જણાવ્યુ કે ગુજરાતમાં ગેરકાયદે ડ્રગ્ઝના વેચાણ પર લગામ કસવા માટે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ટીમે વાપી અને વલસાડમાં રેડ પાડી. જેમાં 4.5 કિલોગ્રામ એમડી ડ્રગ્ઝના જથ્થા સાથે બે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ લોકોની ઓળખ પ્રકાશ પટેલ અને સોનૂ રામનિવાસ તરીકે થઈ છે. હાલમાં તેમની પૂછપરછ ચાલી રહી છે ત્યારબાદ તેમના રેકેટની વધુ માહિતી સામે આવશે.

રાજ્યમાં પહેલી વાર પાડવામાં આવી રેડ
એનસીબીના અધિકારીના જણાવ્યા મુજબ ડ્રગ્ઝ રેકેટ સામે સૌથી મોટા ઑપરેશનને અંજામ આપવામાં આવ્યો છે. આ ઑપરેશનમાં જે લોકો હાથમાં આવ્યા તેમની પાસેથી મોટી માત્રામાં ડ્રગ્ઝ અને રોકડ રકમ પણ જપ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ ડ્રગ્ઝના વેપારથી થયેલી આવકની પણ માહિતી મેળવી છે. જણાવવામાં આવી રહ્યુ છે કે ડ્રગ્ઝ રેકેટ પર રેડ પાડવા માટે નાર્કોટિક્સની ટીમ છેલ્લા ઘણા દિવસોથી પોતાની નજર રાખી રહી હતી. અહીં ડ્રગ્ઝમાં મેન્યુફેક્ચરીંગ યુનિટ પર રેડ પહેલી વાર થઈ છે.

બહુ મોંઘી વેચાય છે એમડી ડ્રગ્ઝ
એક્સપર્ટસના જણાવ્યા મુજબ એમડી ડ્રગ્ઝને મેફેડિન ડ્રગ્ઝ કહેવામાં આવે છે. આ ઘણી મોંઘી વેચાય છે. ગુજરાતમાં તેના સપ્લાયર્સ પર પહેલા પણ કાર્યવાહી થતી રહી છે. આ વર્ષે જૂન મહિનાની શરૂઆતમાં સ્પેશિયલ ઑપરેશન ગ્રુપ(એસઓજી)એ પાલનપુરમાં કારથી આવી ડ્રગ્ઝ લઈ જતા ત્રણ લોકોને પકડ્યા હતા. એસઓજીની એ કાર્યવાહી આકેણ-વીર વેડચા રોડ પર થઈ જ્યાં એક કારનો પીછો કરીને લગભગ 3 લાખ રૂપિયાની કિંમતની એમડી ડ્રગ(મેફેડિન ડ્રગ) જપ્ત કરવામાં આવી. પાલનપુર એસઓજી પોલિસના ઉપ નિરીક્ષક એમકે ઝાલાએ કહ્યુ હતુ કે પકડાયેલા 2 લોકો રાજસ્થાનથી આવ્યા હતા. ઝાલાના જણાવ્યા મુજબ પકડાયેલા આરોપીઓની ઓઓળક ઝાલોર જિલ્લાા બાગોડા તાલુકાના ડુંગરવા ગામના નિવાસી પ્રકાશ કુમાર મફતલાલ ખત્રી, બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના દૈયપ ગામના નિવાસી પ્રવીણ પુરી રામપુરી ગોસ્વામી અને ડીસા નિવાસી કમલેશ કુમાર રમણીકલાલ સોની તરીકે થઈ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
