T20 વર્લ્ડ કપ મેચો માટે અમદાવાદ-ગાંધીનગર મેટ્રોનો સમય બદલાયો, હવે આટલા વાગ્યા સુધી ચાલશે
અમદાવાદમાં રમાનાર T20 વર્લ્ડ કપની મેચોને ધ્યાનમાં રાખીને મેટ્રો રેલના સમયમાં ફેરફાર કરાયો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાનારી ડે-નાઈટ મેચો દરમિયાન મેટ્રો ટ્રેન રાત્રે 12:30 વાગ્યા સુધી દોડશે.
9 ફેબ્રુઆરીથી માર્ચ મહિના સુધી યોજાનારી વિવિધ મેચો માટે આ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ફેબ્રુઆરીની 9, 11, 14, 18, 22, 26 અને સંભવિત ફાઈનલ મેચ માટે આ સુવિધા ઉપલબ્ધ રહેશે.

મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી મેટ્રો સ્ટેશનથી મુસાફરો અમદાવાદના તમામ સ્ટેશનો સુધી મુસાફરી કરી શકશે. ગાંધીનગર જવા માટે મોટેરાથી મહાત્મા મંદિર સુધી રાત્રે બે વિશેષ મેટ્રો ટ્રેન દોડાવવામાં આવશે.
રાત્રે 10:00 વાગ્યા પછી મુસાફરી કરવા માટે મુસાફરોએ ફરજિયાત સ્પેશિયલ પેપર ટિકિટ ખરીદવી પડશે. આ પેપર ટિકિટનો દર વ્યક્તિ દીઠ 50 રૂપિયા ફ્લેટ રાખવામાં આવ્યો છે જે રિટર્ન જર્ની માટે હશે.
નિયમિત ટિકિટ, સ્માર્ટ કાર્ડ કે QR કોડ માત્ર રાત્રે 10 વાગ્યા સુધી જ માન્ય ગણવામાં આવશે. 10 વાગ્યા પછી પ્રવેશ માટે માત્ર 50 રૂપિયા વાળી સ્પેશિયલ પેપર ટિકિટ જ કામ લાગશે.
મેચ પૂરી થયા પછી મોટેરા સ્ટેશન પર ભીડથી બચવા માટે આ ટિકિટ એડવાન્સમાં ખરીદી શકાશે. કાલુપુર, થલતેજ, રાણીપ અને ઇન્ફોસિટી સહિતના મુખ્ય સ્ટેશનો પરથી આ ટિકિટ મળી રહેશે.
આ વ્યવસ્થાને કારણે ક્રિકેટ પ્રેમીઓ મેચ નિહાળ્યા બાદ મોડી રાત્રે સુરક્ષિત રીતે ઘરે પહોંચી શકશે. મેટ્રો તંત્ર દ્વારા મુસાફરોની સુવિધા માટે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
