Ahmedabad metro news : IPL ને લઈને મેટ્રોના ટાઇમિંગમાં ફેરફાર, GMRC ની મોટી જાહેરાત
Ahmedabad metro news : આગામી IPL-2025 ની મેચોને ધ્યાનમાં રાખીને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા મેટ્રોના ટાઈમિંગમાં ફેરફારની જાહેરાત કરાઈ છે. જે દિવસે મેચ હશે ત્યારે મેટ્રો સવારે 6:20 કલાકથી રાત્રે 12:30 વાગ્યા સુધી ચાલુ રહેશે.
જણાવી દઈએ કે, હાલમાં અમદાવાદ મેટ્રોની સેવાઓ સવારે 06:20 કલાકથી રાત્રે 10:00 વાગ્યા સુધી ઉપલબ્ધ રહે છે. વિશેષ દિવસોમાં 10:00 વાગ્યા પછી 12:30 વાગ્યા સુધીની વધારાની સેવાઓ માત્ર મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન અને સાબરમતિ મેટ્રો સ્ટેશનથી તમામ ઓપરેશનલ સ્ટેશનો સુધી ઉપલબ્ધ રહેશે.\

IPL મેચો માટે પ્રવાસીઓને સરળ અને આરામદાયક મુસાફરી સુનિશ્ચિત કરવા માટે GMRC એ વિશેષ પેપર ટિકિટ લોન્ચ કરી છે.
વિશેષ પેપર ટિકિટની વિશેષતાઓ
- ટિકિટની કિંમત 50 પ્રતિ વ્યક્તિ રહેશે.
- આ ટિકિટનો ઉપયોગ મોટેરા સ્ટેડિયમ અને સાબરમતિ મેટ્રો સ્ટેશનથી અમદાવાદ મેટ્રોના તમામ ઓપરેશનલ સ્ટેશનો માટે થઈ શકશે.
- 22:00 કલાક બાદ માત્ર વિશેષ પેપર ટિકિટ દ્વારા પ્રવેશ મળશે.
- કોન્ટેક્ટલેસ સ્માર્ટ ટોકન, સ્માર્ટ કાર્ડ (GMRC ટ્રાવેલ કાર્ડ અને NCMC કાર્ડ), QR ડિજિટલ ટિકિટ અને QR પેપર ટિકિટ રાત્રે 10:00 વાગ્યા સુધી જ માન્ય રહેશે.
- 22:00 કલાક બાદ પહેલાથી ખરીદેલી કોઈપણ QR/ટોકન ટિકિટ માન્ય ગણાશે નહીં.
વિશેષ પેપર ટિકિટ આ સ્ટેશનો પર ઉપલબ્ધ
નિરાંત ક્રોસ રોડ, અપેરલ પાર્ક, કાલુપુર, ઓલ્ડ હાઈકોર્ટ, થલતેજ, મોટેરા, સબર્મતી, રાણીપ, વાડજ અને જીવરાજ મેટ્રો સ્ટેશનો પર આ ટિકિટ ઉપલબ્ધ રહેશે. આ સિવાય મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગર વચ્ચેની મેટ્રો સેવા નિયમિત સમયપત્રક મુજબ જ ચાલશે.
મેચના દિવસે અમદાવાદ મેટ્રો ટ્રેન દર 8 મિનિટે ઉપલબ્ધ રહેશે. 22:00 વાગ્યા પછી 12:30 વાગ્યા સુધી મોટેરા સ્ટેડિયમ અને સબર્મતી મેટ્રો સ્ટેશનથી દર 6 મિનિટે મેટ્રો ટ્રેન ઉપલબ્ધ રહેશે. મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશનથી અંતિમ ટ્રેન રાત્રે 12:30 વાગ્યે ઉપડશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
