Ahmedabad Flower Show 2026: અમદાવાદમાં CM ભૂપેન્દ્ર પટેલે આજથી ફ્લાવર શોનો પ્રારંભ કરાવ્યો
Ahmedabad International Flower Show 2026: નવા વર્ષની રંગેચંગે શરૂઆત સાથે જ અમદાવાદના સાબરમી રિવરફ્રન્ટ ખાતે 14મો આંતરરાષ્ટ્રીય ફ્લાવર શો-2026 આજથી જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. CM ભૂપેન્દ્ર પટેલે આ ભવ્ય મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું. આ વર્ષે ફ્લાવર શો માત્ર સુંદરતાનું પ્રતીક નથી, પરંતુ ભારતની ભવ્યતાની ગાથા પણ વર્ણવશે.

'ભારત એક ગાથા' થીમ પર ભવ્ય આયોજન
વર્ષ 2026ના ફ્લાવર શોની થીમ 'ભારત એક ગાથા' રાખવામાં આવી છે. જેમાં ફૂલોના માધ્યમથી ભારતની પૌરાણિક સંસ્કૃતિથી લઈને આધુનિક ભારતની સિદ્ધિઓ જેવી કે ડિજિટલ ઈન્ડિયા, ઇસરો (ISRO) અને સ્પેસ ટેકનોલોજીની સફળતાને જીવંત કરવામાં આવી છે. કુલ 170થી વધુ ફ્લોરલ સ્કલ્પચર્સ (કલાકૃતિઓ) મુલાકાતીઓનું આકર્ષણનું કેન્દ્ર બનશે.
વર્લ્ડ રેકોર્ડ બનાવવાની તૈયારી
આ વર્ષના ફ્લાવર શોમાં બે મોટા વિશ્વ વિક્રમ બનાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
- સરદાર પટેલનું ફ્લાવર પોટ્રેટ: લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે વિશ્વનું સૌથી મોટું ફ્લાવર પોટ્રેટ તૈયાર કરાયું છે.
- ફ્લાવર મંડળ: 30 મીટરના વ્યાસમાં બનેલું ભવ્ય ફૂલ મંડળ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ માટે તૈયાર કરવામાં આવ્યું છે.
6 ઝોનમાં વહેંચાયેલું આકર્ષણ
આખા ફ્લાવર શોને વિવિધ 6 ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યો છે.
- ઉત્સવોનું ભારત: દિવાળી, હોળી અને ઓણમ જેવા તહેવારોની ઝલક.
- શાશ્વત ભારત: સમુદ્ર મંથન અને ભગવદ ગીતાના પ્રસંગોનું નિરૂપણ.
- નૃત્ય અને કલા: ગરબા, કથકલી અને ભગવાન નટરાજનું વિશાળ સ્ટ્રક્ચર.
- બાળકોનું ઝોન: કાર્ટૂન કેરેક્ટર્સ અને મનોરંજક આકૃતિઓ.
ટિકિટના દર અને સમયની વિગત
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા મુલાકાતીઓ માટે નીચે મુજબની વ્યવસ્થા કરવામાં આવી છે.
કેટેગરી | સમય / દિવસ | ટિકિટ દર (₹)
પુખ્ત વયના (12+ વર્ષ) | સોમવાર થી શુક્રવાર | ₹80
પુખ્ત વયના (12+ વર્ષ) | શનિ-રવિ અને રજાના દિવસો | ₹100
VIP સ્લોટ (ભીડ વગર) | સવારે 8-9 / રાત્રે 10-11 | ₹500
બાળકો (12 વર્ષ સુધી) | દરરોજ | મફત
દિવ્યાંગો અને સૈનિકો | દરરોજ | મફત
નોંધ: ફ્લાવર શો 22 જાન્યુઆરી 2026 સુધી ચાલશે. ટિકિટ રિવરફ્રન્ટ પરથી તેમજ ઓનલાઈન પણ બુક કરાવી શકાય છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
