નોકરીની લાલચ આપી યુવતીને અમદાવાદ બોલાવી, દારૂ- ડ્રગ્સ આપી 5 નરાધમોએ રેપ કર્યો
નોકરીની લાલચ આપી યુવતીને અમદાવાદ બોલાવી, દારૂ- ડ્રગ્સ આપી 5 નરાધમોએ રેપ કર્યો
અમદાવાદઃ માણસાઈને પણ શરમાવે તેવો મામલો અમદાવાદતી સામે આવ્યો છે. એક યુવતીને નોકરીની લાલચ આપે કેટલાક શખ્સોએ રાજકોટથી અમદાવાદ બોલાવી હતી. બાદમાં તેને હોટલે લઈ જઈ નશીલી ડ્રિંક પીવડાવી પાંચ નરાધમોએ તેના પર સામૂહિત દુષ્કર્મ આચર્યો. યુવતીને ડ્રગ્સ પણ આપવામાં આવ્યું હતું. ભાનમાં આવ્યા બાદ કેમક કરી યુવતી નરાધમોના ચંગૂલમાંથી છૂટી. આ મામલે તેણે અમદાવાદ વેસ્ટના મહિલા પોલીસ સ્ટેશને 5 લોકો વિરુદ્ધ મામલો નોંધાવ્યો છે. ઈલાજ માટે પીડિતાને હોસ્પિટલે દાખલ કરવામાં આવી છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ જણાવ્યું કે, પીડિતા રાજકોટની રહેવાસી છે. આરોપીઓએ નોકરીની લાલચ આપી તેને અમદાવાદ બોલાવી હતી. પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ મુજબ યુવતીએ નોકરી માટે ઑનલાઈન અરજી આપી હતી. તેને બોલાવવામાં આવી ત્યારે તે અમદાવાદ આવી. જ્યાં એક હોટલમાં તેની રહેવાની વ્યવસ્થા કરી દેવામાં આવી. આરોપ છે કે હોટેલમાં પ્રજ્ઞેશ પટેલ, જિતેન્દ્રપુરી ગોસ્વામી, માલદેવ ભરવાડ, જયમીન પટેલ અને નીલમ પટેલ નામના લોકો તેની પાસે આવ્યા. આ શખ્સોએ નશીલા પદાર્થ, દારૂ અને એમડી ડ્રગ્સ આપી વારંવાર રેપ કર્યો.
બાદમાં યુવતીને કારમાં બેસાડી પોતાની સાથે લઈ ગયા અને કારમાં પણ દુષ્કર્મ આચર્યું. કોઈને પણ કહેવા પર જીવથી મારી નાખવાની ધમકી આપી. પીડિતાએ હિમ્મત કરીને અમદાવાદ વેસ્ટ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. ફરિયાદ મળવા પર પોલીસે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે. પોલીસ અધિકારીઓએ કહ્યું કે, પાંચેય આરોપીઓને દબોચી લેવા માટેની કવાયત તેજ કરી દેવામાં આવી છે. કાલે મોડી રાતે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને આ મામલાની તપાસ સોંપવામાં આવી.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ










Click it and Unblock the Notifications
