અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું 17018 કરોડનું બજેટ રજૂ, જાણો શું છે ખાસ?
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ વર્ષ ૨૦૨૬-૨૭ માટે ૧૭,૦૧૮ કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું છે. ગયા વર્ષના ૧૪,૦૦૧ કરોડની સરખામણીએ આ વખતે બજેટના કદમાં ધરખમ વધારો જોવા મળ્યો છે. આ બજેટનું કદ ભારતના કેટલાક નાના રાજ્યોના કુલ બજેટ કરતા પણ વધારે હોવાનું મનાય છે.

શહેરીજનો માટે રાહતના સમાચાર એ છે કે આ બજેટમાં કોઈ પણ નવા કરવેરા લાદવામાં આવ્યા નથી. જોકે, નિયમ મુજબ વાર્ષિક બે ટકાનો સામાન્ય ટેક્સ વધારો આપોઆપ લાગુ થશે તેમ જણાવવામાં આવ્યું છે. ચૂંટણીના વર્ષને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા લોકપ્રિય જાહેરાતો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.
ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે નહેરુનગરથી શિવરંજની અને ઇસ્કોન સુધી એલિવેટેડ કોરિડોર બનાવવાનું આયોજન છે. શહેરમાં પાંચ નવા રેલવે ઓવરબ્રિજ અને ત્રણ ફ્લાયઓવર બ્રિજનું નિર્માણ કરીને કનેક્ટિવિટી સુધારવામાં આવશે. આ ઉપરાંત, છ નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવીને રમતગમતના માળખાને વધુ મજબૂત બનાવવાની જાહેરાત કરાઈ છે.
ભવિષ્યમાં ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સના આયોજનને ધ્યાનમાં રાખીને સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ધ્યાન અપાયું છે. શહેરની સેવાઓને વધુ ઝડપી અને સ્માર્ટ બનાવવા માટે AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) ટેકનોલોજીનો ઉપયોગ વધારાશે. પર્યાવરણની જાળવણી માટે ગ્રીન કવર વધારવા અને જળસંચયના પ્રોજેક્ટ્સને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.
નોંધનીય છે કે ગત વર્ષના સિટી સ્ક્વેર અને આઈકોનિક રોડ જેવા અનેક મહત્વકાંક્ષી પ્રોજેક્ટ્સ હજુ પેન્ડિંગ છે. હવે આ ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટી અને ત્યારબાદ જનરલ બોર્ડમાં મંજૂરી માટે રજૂ કરવામાં આવશે. ૨૦ ફેબ્રુઆરી સુધીમાં આ બજેટને અંતિમ મંજૂરી મળે તેવી પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
