મતદાર યાદીની ખાસ સુધારણા ઝુંબેશ અંતર્ગત અમદાવાદ જિલ્લામાં કેમ્પનું આયોજન
અમદાવાદ જિલ્લામાં મતદાર યાદીની ખાસ સુધારણા ઝુંબેશ (SIR)નો બીજો તબક્કો હાલ ચાલી રહ્યો છે. આ અંતર્ગત અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આગામી ૨૭, ૨૮ ડિસેમ્બર અને ૩, ૪ જાન્યુઆરીના રોજ વિશેષ કેમ્પનું આયોજન કરાયું છે. આ કેમ્પો સવારે ૧૦ થી સાંજે ૫ વાગ્યા સુધી જિલ્લાના તમામ ૫૫૨૪ મતદાન મથકો પર યોજાશે.

ભારતના ચૂંટણી પંચ દ્વારા ૧ જાન્યુઆરી, ૨૦૨૬ની લાયકાતની તારીખે ગુજરાત સહિત કુલ ૧૨ રાજ્યોમાં મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણાનો બીજો તબક્કો પ્રક્રિયામાં છે.
આ પ્રક્રિયામાં મતદારો પોતાના વાંધા તેમજ હક-દાવાઓ રજૂ કરી શકે છે. અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્રએ પણ તમામ ૨૧ વિધાનસભા મતવિસ્તારોમાં આ કેમ્પો ગોઠવ્યા છે.
જે મતદારોના નામ હાલની ડ્રાફ્ટ યાદીમાં સામેલ નથી, અથવા જેમની વિગતોમાં સુધારાની જરૂર છે, તેમના માટે આ વિશેષ કેમ્પો એક મહત્ત્વપૂર્ણ તક પૂરી પાડે છે. આ ચારેય દિવસ દરમિયાન દરેક મતદાન મથકે બૂથ લેવલ ઓફિસર (BLO) હાજર રહેશે, જેઓ મતદારોને રજૂ કરવાના જરૂરી પુરાવા અને દસ્તાવેજો અંગે સંપૂર્ણ માર્ગદર્શન આપશે.
વધુમાં નવા નામ નોંધાવવા માટે ફોર્મ-૬, નામ કમી કરાવવા માટે ફોર્મ-૭ અને વિગતોમાં સુધારા-વધારા કે સ્થળાંતર માટે ફોર્મ-૮ સ્થળ પર જ ઉપલબ્ધ થશે.
અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુજીત કુમારે તમામ નાગરિકોને અપીલ કરી છે કે, એક પણ લાયક મતદારનું નામ મતદાર યાદીમાંથી બાકાત ન રહે તે સુનિશ્ચિત કરવા આ અભિયાનનો મહત્તમ લાભ લે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
