નિર્મળ ગુજરાત 2.0 માટે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ
Ahmedabad: સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાને એક જન આંદોલનનું સ્વરૂપ ધારણ કરી લીધું છે, ત્યારે તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા નિર્મળ ગુજરાત 2.0 મિશનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સેવાસેતુ કાર્યક્રમનો પણ નવો તબક્કો શરૂ કરવામાં આવનાર છે, ત્યારે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર પરિણામલક્ષી કામગીરી કરવા માટે સજ્જ છે.
અમદાવાદ જિલ્લા કલેક્ટર પ્રવિણા ડી. કે.ની અધ્યક્ષતામાં નિર્મળ ગુજરાત 2.0 તથા સેવાસેતુ કાર્યક્રમના આયોજન અંગે સમીક્ષા બેઠક યોજવામાં આવી. અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવે તથા નિવાસી અધિક કલેક્ટર સુધીર પટેલ સહિતના ઉચ્ચ અધિકારીઓ બેઠકમાં સહભાગી થયા હતા.

નિર્મળ ગુજરાત 2.0 મિશન અંતર્ગત ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનની વ્યવસ્થા જિલ્લાના તમામ ગામો અને નગરોમાં કરવા ઉપરાંત કચરાના કલેક્શન સમયે જ ભીના અને સૂકા કચરાનું વર્ગીકરણ કરવામાં આવે, એ બાબતની કાળજી લેવામાં આવે, એ માટે જરૂરી વ્યવસ્થાઓ ઊભી કરવા જિલ્લાના પ્રાંત અધિકારીઓ, તાલુકા વિકાસ અધિકારી, નગરપાલિકાઓના ચીફ ઓફિસર્સ તથા સંબંધિત વિભાગોને તાકીદ કરવામાં આવી છે. સોલિડ વેસ્ટના યોગ્ય નિકાલ તેમજ લિક્વિડ વેસ્ટને ટ્રિટમેન્ટ કરીને જ છોડવામાં આવે, એવી વ્યવસ્થા કરવા પણ સૂચના આપવામાં આવી છે.
કલેક્ટર દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગામ-નગરના માર્ગો તથા હાઇ-વે પર પણ સ્વચ્છતાની પૂરતી કાળજી લેવાય, તથા સતત દેખરેખ રાખવા માટે ઉપસ્થિત અધિકારીઓને અનુરોધ કરવામાં આવ્યો હતો.
અમદાવાદ જિલ્લામાં આગામી સમયમાં સેવાસેતુ કાર્યક્રમનો નવમો તબક્કો યોજાશે. સેવાસેતુ કાર્યક્રમના આયોજનની સમીક્ષા પણ આ બેઠકમાં કરવામાં આવી હતી.
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ






Click it and Unblock the Notifications
