અમદાવાદ: બિનલ ભટ્ટે "વૈશ્વિક સૌંદર્ય સ્પર્ધા"માં દેશને ફરીવાર ગૌરવ અપાવ્યું
ફરી એકવાર વૈશ્વિક સૌંદર્ય સ્પર્ધામાં ભારતે મોખરાનું સ્થાન હાંસલ કર્યું છે. ગુજરાતમાં અમદાવાદના બિનલ ભટ્ટે ઝળહળતી સિદ્ધી પ્રાપ્ત કરી છે. "મીસ યુનિવર્લ્ડ-2022"નું ટાઈટલ તેમને જીત્યું હતું. સિંગલ મધર્સ કેટેગરીમાં બિનલ ભટ્ટ
ફરી એકવાર વૈશ્વિક સૌંદર્ય સ્પર્ધામાં ભારતે મોખરાનું સ્થાન હાંસલ કર્યું છે. ગુજરાતમાં અમદાવાદના બિનલ ભટ્ટે ઝળહળતી સિદ્ધી પ્રાપ્ત કરી છે. "મીસ યુનિવર્લ્ડ-2022"નું ટાઈટલ તેમને જીત્યું હતું. સિંગલ મધર્સ કેટેગરીમાં બિનલ ભટ્ટ વિનર બન્યા હતા અને ફરી એકવાર ભારતનું નામ તેમને રોશન કરી દેશના નામે આ ટાઈટલ કર્યું હતું.

મલેશિયામાં સૌદર્ય સ્પર્ધાનુ આયોજન
મલેશિયાની અંદર "વૈશ્વિક સૌંદર્ય સ્પર્ધા"નું આયોજન કરાયું હતું. 7 દિવસ સુધી અલગ અલગ રાઉન્ડ યોજવામાં આવ્યા હતા. વિવિધ કેટેગરી પૈકી નેશનલ કોસ્ચ્યુમ રાઉન્ડમાં વિજય હાંસલ કર્યો હતો તેમને બેસ્ટ નેશનલ કોસ્ચ્યુમનો એવોર્ડ પ્રાપ્ત થયો હતો. આ ઉપરાંત મોસ્ટ એમ્પાવર્ડ એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.

બિનલ ભટ્ટે કહી આ વાત
આ પેજન્ટ અંગે વધુમાં જણાવતા બિનલ ભટ્ટે વધુમાં વાત કરતા કહ્યું હતું કે, "આ પ્રકારની પેજન્ટ મારી જેમ તમને પણ વૈશ્વિક ફલકે તમારા સપનાને સાકાર કરવામાં મદદ કરી શકે છે. સિંગલ મધર્સ અને ડિવોર્સી મહિલાઓ કે જેઓ આ ક્ષેત્રે આગળ વધવા માંગે છે તે આ ક્ષેત્રે આવવા માટે જરૂરથી વિચારી શકે છે. મેં કરેલી મહેનત મને ફળી રહી છે. મેં આ સ્પર્ધામાં સાહજિકતાથી દરેક રાઉન્ડ એક પછી એક પૂર્ણ કર્યા હતા. જેના માટે ઘણા સમયથી તૈયારી કરી રહી હતી. દુનિયા ભરના 18 દેશોના 40 કન્ટેસ્ટન્ટે આ સ્પર્ધામાં ભાગ લીધો હતો.

આ દેશોની સુંદરીઓએ લીધો ભાગ
ઉલ્લેખનિય છેકે ભારત ઉપરાંત ઈરાન, ઈરાક, જાપાન, મલેશિયા, પાકિસ્તાન, બાંગ્લાદેશના સહીતના દેશના પ્રતિનિધી હાજર હતા." આ તમામ દેશના પ્રતિનિધીઓની સાથે સ્પર્ધા કરી બિનલ ભટ્ટે આ જીત મેળવી હતી. તેમને આ સિવાય પણ એક પછી એક એવી અનેક સિદ્ધીઓ તેમના નામે કરી છે. આજે અમદાવાદમાં જ નહીં પરંતુ રાજ્ય અને દેશમાં તેઓ એક પ્રેરણા સ્ત્રોત બની ગયા છે.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ










Click it and Unblock the Notifications
