Air Pollution: અમદાવાદમાં હવા બની ઝેરીલી, જાણો કયા વિસ્તારમાં નોંધાયું સૌથી વધારે પ્રદૂષણ
Air Pollution: શહેરમાં ગુલાબી ઠંડીની એન્ટ્રી સાથે જ હવાની ગુણવત્તામાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. અમદાવાદનો સરેરાશ વાયુ પ્રદૂષણ આંક (AQI) 245ને પાર કરી ગયો છે, જે સ્વાસ્થ્ય માટે 'ખૂબ જ ખરાબ' શ્રેણીમાં ગણાય છે. ખાસ કરીને એસ.જી. હાઈવે અને આસપાસના વિસ્તારોમાં પ્રદૂષણનું પ્રમાણ જોખમી સ્તરે પહોંચ્યું છે.

કયા વિસ્તારની હવા કેટલી ઝેરી? (AQI લેવલ)
અમદાવાદના વિવિધ વિસ્તારોમાં નોંધાયેલ એર ક્વોલિટી ઇન્ડેક્સના આંકડા નીચે મુજબ છે.
- વૈષ્ણોદેવી: 306 (સૌથી વધુ પ્રદૂષિત)
- ગોતા: 290
- સીપી નગર: 277
- ગ્યાસપુર: 273
- બોડકદેવ: 260
- ઘુમા: 255
- મણિનગર: 242
- ઉસ્માનપુરા/કઠવાડા: 240
- રખિયાલ: 230
- શાહીબાગ: 225
ચિંતાજનક: યુવાનોમાં પણ COPDના લક્ષણો
પ્રદૂષિત હવાને કારણે ફેફસાના રોગો, ખાસ કરીને COPD (ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ) ના કેસોમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે. નિષ્ણાંતોના મતે, કોરોના કાળ બાદ શ્વાસના દર્દીઓમાં 30 ટકાનો વધારો થયો છે. હવે માત્ર વૃદ્ધો જ નહીં, પરંતુ 40થી 50 વર્ષની વયના લોકો અને ધૂમ્રપાન ન કરતા યુવાનોમાં પણ સતત ખાંસી અને શ્વાસ ચઢવા જેવી સમસ્યાઓ જોવા મળી રહી છે.
WHOનો ચોંકાવનારો રિપોર્ટ: વિશ્વભરમાં મૃત્યુના કારણોમાં COPD હવે ચોથા સ્થાનેથી વધીને ત્રીજા સ્થાને આવી ગયું છે. આ રોગ સાયલન્ટ કિલર સાબિત થઈ રહ્યો છે.
શા માટે શિયાળામાં પ્રદૂષણ વધે છે?
શિયાળાની ઠંડી હવા ભારે હોય છે, જે ધૂળના રજકણો, ધુમાડો અને વાહનોના પ્રદૂષણને જમીનથી નજીક જકડી રાખે છે. આ 'સ્મોગ' (ધૂમ્ર-ધુમ્મસ) શ્વાસ વાટે ફેફસામાં જવાથી બળતરા થાય છે અને અસ્થમા કે બ્રોન્કાઈટિસના હુમલાનું જોખમ વધી જાય છે.
ડોક્ટરોની સલાહ: બચાવના ઉપાયો
- PFT ટેસ્ટ: ફેફસાં કેટલા કાર્યક્ષમ છે તે જાણવા માટે 'પલ્મોનરી ફંક્શન ટેસ્ટ' (PFT) કરાવવો જોઈએ. વહેલું નિદાન ગંભીર નુકસાન અટકાવી શકે છે.
- માસ્કનો ઉપયોગ: પ્રદૂષિત વિસ્તારોમાં જતી વખતે N-95 માસ્ક પહેરવાનો આગ્રહ રાખો.
- સમયસર નિદાન: શ્વાસ લેવામાં તકલીફ કે છાતીમાં જકડન અનુભવાય તો તરત જ પલ્મોનોલોજિસ્ટનો સંપર્ક કરો.
- એર પ્યુરિફાયર અને પ્લાન્ટ્સ: ઘરમાં હવા શુદ્ધ રાખવા માટે ઇન્ડોર પ્લાન્ટ્સનો ઉપયોગ કરી શકાય છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
