અમદાવાદ શહેરની હવા બની ઝેરી, બોપલમાં હવા સૌથી વધુ પ્રદૂષિત બની, ઠંડી વચ્ચે ધુમ્મસભર્યું વાતાવરણ
Ahmedabad News: દિલ્હી બાદ હવે અમદાવાદમાં પણ પ્રદૂષણનું સ્તર ચિંતાજનક રીતે વધી રહ્યું છે. શહેરમાં કડકડતી ઠંડીની સાથે હવાનું પ્રદૂષણ 'ભયજનક' સ્તરે પહોંચતા અમદાવાદીઓના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થયું છે. વહેલી સવારથી જ શહેરના આકાશમાં ધુમ્મસ અને પ્રદૂષિત કણોને કારણે વિઝિબિલિટીમાં મોટો ઘટાડો નોંધાયો છે.

બોપલ અને આંબલીમાં સૌથી વધુ પ્રદૂષણ
અમદાવાદના પશ્ચિમ વિસ્તારોમાં હવાની ગુણવત્તા સૌથી વધુ ખરાબ જોવા મળી રહી છે. શહેરના અનેક વિસ્તારોમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 400ના આંકને વટાવી ગયો છે.
શહેરના વિવિધ વિસ્તારોમાં AQIની સ્થિતિ:
- બોપલ: 412 (અત્યંત ગંભીર)
- થલતેજ અને ગોતા: 378
- જુહાપુરા: 310
- નવરંગપુરા: 278
- શાંતિગ્રામ: 276
- બોડકદેવ: 275
કેમ વધી રહ્યું છે પ્રદૂષણ?
હવામાન નિષ્ણાતોના મતે, શિયાળાની ઠંડી હવા ભારે હોય છે, જે જમીનની નજીક ધૂળના રજકણો, ધુમાડો અને વાહનોના પ્રદૂષકોને જકડી રાખે છે. આ પ્રદૂષિત તત્વો ઉપર જઈ શકતા નથી, પરિણામે લોકો શ્વાસમાં ઝેરી હવા લેવા મજબૂર બને છે.
ફેફસાના રોગોમાં જોખમી વધારો (COPDના કેસ વધ્યા)
ઝેરી હવાની સીધી અસર શહેરીજનોના સ્વાસ્થ્ય પર પડી રહી છે. તબીબોના જણાવ્યા અનુસાર
- કોરોના બાદ ફેફસાના ગંભીર રોગ એટલે કે COPD (ક્રોનિક ઓબસ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ) ના કેસોમાં 30 ટકાનો વધારો થયો છે.
- હવે માત્ર વૃદ્ધો જ નહીં, પણ 40 થી 50 વર્ષની વયના લોકો અને ધૂમ્રપાન ન કરતા યુવાનોમાં પણ શ્વાસ લેવામાં તકલીફ અને સતત ખાંસી જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે.
- વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) મુજબ, વિશ્વમાં મૃત્યુના કારણોમાં COPD હવે ત્રીજા ક્રમે આવી ગયું છે.
તબીબોની સલાહ: કેવી રીતે સાવચેત રહેવું?
પલ્મોનોલોજિસ્ટ્સ લોકોને સલાહ આપી રહ્યા છે કે ફેફસાના સ્વાસ્થ્યને ગંભીરતાથી લેવું જોઈએ.
- માસ્કનો ઉપયોગ: ઘરની બહાર નીકળતી વખતે માસ્ક અચૂક પહેરવો.
- સ્ક્રીનિંગ: શ્વાસ લેવામાં તકલીફ હોય તો 'પલ્મોનરી ફંક્શન ટેસ્ટ' (PFT) કરાવવો જોઈએ, જેથી વહેલું નિદાન થઈ શકે.
- ભીડભાડથી બચો: પ્રદૂષણનું સ્તર વધુ હોય તેવા વિસ્તારોમાં જવાનું ટાળવું.
- સમયસર સારવાર: ડાયાબિટીસની જેમ જ COPD ને પણ યોગ્ય દવાથી મેનેજ કરી શકાય છે, માટે નિષ્ણાતની સલાહ લેવી.
-
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
