અમદાવાદ શહેરની હવા પણ દિલ્હીની જેમ બની ઝેરી, AQI 200ને પાર પહોંચતા આરોગ્ય પર ખતરો
Ahmedabad Air Pollution: દેશની રાજધાની દિલ્હી બાદ હવે અમદાવાદમાં પણ પ્રદૂષણનું સ્તર ચિંતાજનક રીતે વધી રહ્યું છે. શિયાળાની શરૂઆત સાથે જ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં હવાની ગુણવત્તા (AQI) 200ના આંકને વટાવી ગઈ છે. વધતા પ્રદૂષણને કારણે શહેરીજનોને શ્વાસ લેવામાં તકલીફ અને ફેફસાંની બીમારીઓનો ભય સતાવી રહ્યો છે.

કયા વિસ્તારમાં કેટલું પ્રદૂષણ? (AQI લેવલ)
અમદાવાદના અનેક વિસ્તારોમાં હવાની ગુણવત્તા 'નબળી' શ્રેણીમાં પહોંચી ગઈ છે. શહેરના મુખ્ય વિસ્તારોના આંકડા નીચે મુજબ છે.
- ઇસનપુર: 216 (સૌથી વધુ)
- શાંતિગ્રામ: 201
- થલતેજ: 193
- બોડકદેવ: 192
- ઘાટલોડિયા/ઉસમાનપુરા: 191
- બોપલ: 190
- ગ્યાસપુર: 189
- જુહાપુરા: 188
- ચાંદખેડા: 187
- સેટેલાઇટ: 186
- રખિયાલ: 184
શિયાળામાં કેમ વધે છે પ્રદૂષણ?
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, શિયાળાની ઠંડી હવા ભારે હોવાથી તે પ્રદૂષિત રજકણો, ધુમાડો અને ધૂળને જમીનની નજીક રોકી રાખે છે. વાહનોનો ધુમાડો અને નિર્માણ કાર્યથી ઉડતી ધૂળ શ્વાસમાં જવાથી શ્વાસનળીમાં બળતરા અને ફેફસાંની ક્ષમતામાં ઘટાડો થાય છે.
યુવાનોમાં વધી રહ્યા છે COPDના કેસો
મેડિકલ રિપોર્ટ મુજબ, કોરોના બાદ ફેફસાંની બીમારી એટલે કે COPD (ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ) ના કેસોમાં 30 ટકાનો વધારો થયો છે.
- હવે 40થી 50 વર્ષની વયના લોકોમાં પણ સતત ખાંસી, શ્વાસ ચઢવો અને છાતીમાં જકડામણ જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે.
- ચિંતાની વાત એ છે કે પ્રદૂષણને કારણે ધુમ્રપાન ન કરનારા યુવાનો પણ આ બીમારીનો ભોગ બની રહ્યા છે.
- WHO મુજબ, વિશ્વમાં મૃત્યુના કારણોમાં COPD હવે ત્રીજા ક્રમે આવી ગયું છે.
તબીબોની સલાહ: પલ્મોનોલોજિસ્ટના મતે, જેમ આપણે ડાયાબિટીસ કે કોલેસ્ટ્રોલની તપાસ કરાવીએ છીએ, તેમ 'પલ્મોનરી ફંક્શન ટેસ્ટ' (PFT) કરાવવો જોઈએ. આ એક સરળ ટેસ્ટ છે જે ફેફસાંની કાર્યક્ષમતા બતાવે છે અને બીમારીનું વહેલું નિદાન કરવામાં મદદ કરે છે.
બચાવ માટે શું કરવું?
- માસ્કનો ઉપયોગ: ઘરની બહાર નીકળતી વખતે માસ્ક અવશ્ય પહેરવું.
- વધુ પ્રદૂષિત વિસ્તારો ટાળો: જ્યાં ધુમાડો કે ધૂળ વધુ હોય ત્યાં જવાનું ટાળવું.
- વહેલું નિદાન: જો શ્વાસ લેવામાં સતત તકલીફ જણાય તો તુરંત ડોક્ટરનો સંપર્ક કરવો.
- ગરમ પાણી અને આહાર: ગળા અને ફેફસાંની સુરક્ષા માટે હૂંફાળું પાણી અને પૌષ્ટિક આહાર લેવો.
-
ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર: સરકાર ટેકાના ભાવે જુવાર, બાજરી અને મકાઈની કરશે ખરીદી -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
