Ahmedabad: અમદાવાદને વર્લ્ડ કપ ફળ્યો, svpi એરપોર્ટે બનાવ્યો રેકોર્ડ
Ahmedabad: અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઇ મથક દ્વારા વિશ્વ કપની ફાઈનલ મેચમાં એક નવા રેકોર્ડ બનાવ્યો છે. એરપોર્ટ ICC World Cup Final મેચ માટે સૌથી વધુ 359 ફ્લાઇટ સાથે એક દિવસમાં 40801 યાત્રીઓને સંભાળવાનો રેકોર્ડ બનાવ્યો છે.
અમદાવાદ એરપોર્ટે કુલ 359 એર ટ્રાફિક મૂવમેન્ટ્સ (ATM) રેકોર્ડ કર્યા છે, જેમાં 260 થી વધુ સુનિશ્ચિત અને 99 નોન-શિડ્યુલ સફળ ઓપરેશન્સનો સમાવેશ થાય છે. 40,801 મુસાફરોમાં 33,642 સ્થાનિક અને 7,159 આંતરરાષ્ટ્રીય મુસાફરોનો સમાવેશ થાય છે.

23 કલાકમાં હાંસલ કરી સિદ્ધિ - વર્લ્ડ કપમાં એર શોના કારણે એરસ્પેસ 45 મિનિટથી વધુ સમય સુધી બંધ રહ્યા બાદ 23 કલાકમાં આ સિદ્ધિ હાંસલ કરવામાં આવી હતી. સૌથી વધુ પેસેન્જર ટ્રાફિક સાથે, અમદાવાદ એરપોર્ટે બે VVIP મહેમાનોના સ્વાગત સાથે સંકલન સુનિશ્ચિત કર્યું હતું.
SVPI એ એરપોર્ટના સારી રીતે વિકસિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સતત સુધારણાનું પરિણામ છે. AAI, CISF, ઇમિગ્રેશન, કસ્ટમ્સ, એરલાઇન પાર્ટનર્સ અને SVPIA ટીમ સહિત એરપોર્ટ સ્ટાફની સખત મહેનતને કારણે આ શક્ય બન્યું છે.
વર્લ્ડ કપ ફાઈનલ બાદ પરત ફરનારાઓએ પણ મોંઘી ફ્લાઈટ ટિકિટ ખરીદવી પડશે. અમદાવાદથી અલગ-અલગ શહેરોની ઓનલાઈન ટિકિટ ચેક કર્યા બાદ દરેક જગ્યાએ ભાવ ખૂબ જ ઊંચા જોવા મળ્યા હતા.
20 નવેમ્બરના રોજ અમદાવાદથી દિલ્હીની ટિકિટની કિંમત 24 થી 40 હજાર રૂપિયાની આસપાસ છે. તેવી જ રીતે અમદાવાદથી મુંબઈની એર ટિકિટની કિંમત 25 થી 36 હજાર રૂપિયા છે. કોલકાતાની એર ટિકિટ 38 થી 49 હજાર રૂપિયા સુધી પહોંચી ગઈ છે. એરલાઇન્સ બેંગ્લોર માટે 31 થી 51 હજાર રૂપિયા અને હૈદરાબાદ માટે 30 થી 43 હજાર રૂપિયા માંગી રહી છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
