અમદાવાદ: બોપલમાં આવેલ ઈસ્કોન પ્લેટિનિયમમાં આગેલી આગમાં મહિલાનું મોત, 22થી વધુ લોકો ઘાયલ
Ahmedabad: રાજ્યમાં વધુ એક વખત આગની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલ એક બહુમાળી રહેણાંકના મકાનમાં આગ લાગી હતી. આ એટલી વિકરાળ હતી કે, આગને કારણે એક 65 વર્ષીય મહિલાનું મોત થયુ છે, જ્યારે આગને કારણે 22 લોકો ઘાયલ થયા હતા.
આ બહુમાળી રહેણાંકના મકાનમાં આગ ક્યા કારણોસર લાગી તેનું કારણ અકબંધ છે, જો કે, ફાયરની ટીમને તાત્કાલિક જાણ કરવામાં આવતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબુમાં લેવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા.
સમગ્ર બનાવની મળતી માહિતી મુજબ, અમદાવાદના બોપલમાં આવેલ 21 માળની ઈસ્કોન પ્લેટિનિયમ નામની બિલ્ડિંગમાં શુક્રવારે રાત્રે લગભગ 10.40 કલાકની આસપાસ એકાએક આગ ફાટી નીકળી હતી. આ એટલી વિકરાળ હતી કે,જોતજોતામાં આગ છેક 21 માળ સુધી ફેલાઈ ગઈ હતી.

સમગ્ર મામલની જાણ થતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને બિલ્ડિંગમાં રહેતા લોકોને બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. ફાયરની ટીમે બિલ્ડિંગમાં રહેતા 200થી વધુ લોકોનું રેસ્ક્યૂ કર્યું હતુ અને બિલ્ડિંગમાંથી બહાર કાઢીને સલામાત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
ઘાયલો હાલ સારવાર હેઠળ
સમગ્ર મામલે ફાયર અધિકારી દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં જાણવા મળ્યુ છે કે, સમગ્ર ઘટનામાં 65 વર્ષીય મિલાબેન શાહનું મૃત્યુ થયુ છે, જ્યારે આગમાં ઘાયલ થયેલા લોકોને સારવાર માટે ખાનગી હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યા હતા.
વહેલી સવારે આગ આવી કાબુમાં
સમગ્ર આગની ઘટના અંગે અધિકારીએ જણાવ્યુ હતુ. કે, આગનો કોલ મળતા જ અમારા કર્મચારીઓ તાત્કાલિક રીતે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને બિલ્ડિંગમાં ફસાયેલા લોકોને સલામત રીતે બહાર કાઢવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું. આ દરમિયાન બ્લિડિંગમાં એક મહિલા બેભાન હાલતમાં મળી આવી હતી, જેને સારવાર માટે હોસ્પિટલ તાત્કાલિક ખસેડવામાં આવી હતી. જ્યારે ફાયરના કર્મીઓએ સવારના 3.40 વાગ્યા સુધી પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો. વહેલી સવારે આખરે ફાયર કર્મીઓની અથાગ મહેતન બાદ આગ કાબુમાં આવી હતી.
તપાસ બાદ કારણ આવશે સામે
વિકરાળ આગ કાબુમાં આવતા ફાયર કર્મચારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. પ્રાથમિક દ્રષ્ટીએ આગ લાગવાનું કારણ જણાવતા ફાયર અધિકારીએ જણાવ્યુ હતુ કે, બિલ્ડિંગના આઠમાં માળે ઈલેક્ટ્રિક ડકમાં થયેલા શોર્ટ સર્કિટને કારણે આ વિકરાળ આગ લાગી હોય તેવુ પ્રાથમિક દ્રષ્ટીએ કહી શકાય છે, સમગ્ર તપાસ બાદ જ આગ લાગવાનું સાચુ કારણ સામે આવશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
