વલસાડના રોહિણા ખાતે જિલ્લા કક્ષાનો ૭૩ મો વનમહોત્સવ યોજાયો
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના રોહિણા આશ્રમશાળા ખાતે જિલ્લા કક્ષાનો ૭૩ મો વન મહોત્સવ રાજયના આદિજાતિ વિકાસ, અન્ન, નાગરિક પુરવઠો અને ગ્રાહકોની બાબતોના મંત્રી નરેશ પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ લાભાર્થીઓને ખાસ અંગભૂત ય
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના રોહિણા આશ્રમશાળા ખાતે જિલ્લા કક્ષાનો ૭૩ મો વન મહોત્સવ રાજયના આદિજાતિ વિકાસ, અન્ન, નાગરિક પુરવઠો અને ગ્રાહકોની બાબતોના મંત્રી નરેશ પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ લાભાર્થીઓને ખાસ અંગભૂત યોજના હેઠળ ચેકો અને નિર્ધૂમ ચૂલા તેમજ આંબા કલમો આપવામાં આવી હતી.

રોહિણા આશ્રમશાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મંત્રી નરેશ પટેલે જણાવ્યું હતું કે, રાજયના પનોતા પુત્ર સ્વ. શ્રી કનૈયાલાલ મુનશીએ ગુજરાતને હરિયાળું બનાવવા તેમજ જંગલ વિસ્તારનું ક્ષેત્રફળ વધે તે માટે વર્ષ ૧૯૫૦ થી રાજયમાં વન મહોત્સવ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતુ઼. તે મુજબ દર વર્ષે ગાંધીનગર ખાતે આ વન મહોત્સવની ઉજવણી કરવામાં આવતી હતી. વલસાડ જિલ્લાનો ૭૩ મો વન મહોત્સવ જિલ્લાના સામાજીક વનીકરણ વિભાગ દ્વારા યોજાયો છે. નવી પેઢીને વૃક્ષોનું મહત્વ સમજાય અને વધુ વૃક્ષો વાવે અને તેનુ જતન કરી પર્યાવરણ સંરક્ષણ કરે તે આજના સમયની તાતી જરૂરયિાત છે. વલસાડ જિલ્લાના ૪૬૬ ગામ પૈકી ૨૯૨ ગામો જંગલ વિસ્તારથી ઘેરાયેલા છે. વન વિભાગ દ્વારા નર્સરી યોજના હેઠળ ચાલુ વર્ષે ૨૦.૭૧ લાખ રોપા ઉછેર કરવામાં આવશે.
વન મહોત્સવ કાર્યક્રમમાં રોહિણા આશ્રમશાળા તેમજ આઇ. સી. દેસાઇ સાર્વજનિક હાઇસ્કૂલ દ્વારા પ્રકૃતિ નાટક, આદિવાસી નૃત્ય તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં અધિકારીઓ, પદાધિકારીઓ, વન વિભાગના કર્મચારીઓ તેમજ ગામજનો હાજર રહયા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
