Mirzapur: જાણો કોણ છે કાલીન ભૈયાની પત્ની રસિકા દુગ્ગલ
મિર્ઝાપુર 2માં એક ભૂમિકાને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે અને તે છે કાલીન ભૈયાની પત્ની બીના. આવો જાણીએ કોણ છે બીનાની ભૂમિકા નિભાવનાર અભિનેત્રી વિશે.
નવી દિલ્લીઃ હાલમાં ફિલ્મોથી વધુ લોકો વેબ સીરિઝને પસંદ કરી રહ્યા છે. 2019માં એમેઝોન પ્રાઈમ પર આવેલી વેબ સીરિઝ મિર્ઝાપુર જબરદસ્ત હીટ થઈ હતી. જે બાદ હવે લોકો આની સિઝન 2ની રાહ જોઈ રહ્યા હતા જે 23 ઓક્ટોબરે રિલીઝ થઈ. સિઝન-1ની જેમ સિઝન-2એ પણ PTT પ્લેટફોર્મ પર ધમાલ મચાવી દીધી જેના કારણે લોકો આને પણ ખૂબ પસંદ કરી રહ્યા છે. આમાં એક ભૂમિકાને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે અને તે છે કાલીન ભૈયાની પત્ની બીના. જેના કારણે વેબ સીરિઝમાં મુન્ના ત્રિપાઠી માર્યો ગયો. આવો જાણીએ કોણ છે બીનાની ભૂમિકા નિભાવનાર અભિનેત્રી -

અનવરથી શરૂ કર્યુ કરિયર
મિર્ઝાપુરમાં કાલીન ભૈયાની પત્ની અને મુન્ના ત્રિપાઠીની સાવકી મા બીનાની ભૂમિકા રસિકા દુગ્ગલે નિભાવી છે. રસિકા મૂળ ઝારખંડના જમશેદપુરની રહેવાસી છે. તેણે 12માં પછી મેથ્સ સાથે બીએસસી કર્યુ. ત્યારબાદ તે એક્ટર બનવાનુ સપનુ લઈને પૂણે આવી. અહીં તેણે ફિલ્મ એન્ડ ટેલીવિઝન ઈન્સ્ટીટ્યુટ ઑફ ઈન્ડિયામાં એડમિશન લીધુ. ત્યારબાદ 2007માં તેણે ફિલ્મ અનવરથી ડેબ્યુ કર્યુ. જો કે આમાં તેની ભૂમિકા ખૂબ જ નાની હતી.

કોની સાથે થયા લગ્ન?
અનવર બાદ રસિકાની ફિલ્મી કરિયરે વેગ પકડ્યો. તેણે કિસ્સા, મંટો, ઔરંગઝેબ સહિત ઘણી ફિલ્મોમાં કામ કર્યુ. જો કે ત્યારબાદ પણ તે વધુ ફેમસ ન થઈ. પછી મિર્ઝાપુરમાં તેણે બાહુબલી કાલીન ભૈયાની પત્નીનો રોલ કર્યો. જ્યાં તેનુ નસીબ ચમક્યુ અને તે ઘણી ફેમસ થઈ ગઈ. અત્યાર સુધી તેણે 50થી વધુ ફિલ્મો અને સીરિયલ્સમાં કામ કર્યુ છે. રસિકાના લગ્ન એક્ટર મુકુલ ચડ્ઢા સાથે થયા છે. લગ્ન બાદ પણ તે સતત ફિલ્મો અને વેબ સીરિઝમાં કામ કરી રહી છે.

દિલ્લી ક્રાઈમમાં પણ નિભાવ્યો રોલ
નિર્ભયા ગેંગરેપ પર દિલ્લી ક્રાઈમ નામથી એક વેબ સીરિઝ આવી હતી. જેમાં તેણે મહિલા આઈપીએસની ભૂમિકા નિભાવી હતી. જે અંતિમ સમયે નિર્ભયા સાથે રહે છે. આ ઉપરાંત રસિકાએ 'લૂટકેસ'માં કુણાલ ખેમુની પત્નીની ભૂમિકા નિભાવી હતી. સાથે જ મંટોમાં તે નવાઝુદ્દીન સિદ્દીકીની વાઈફ બની હતી. ફિલ્મો ઉપરાંત રસિકા સોશિયલ મીડિયા પર પણ ઘણી સક્રિય રહે છે. તેના ઈન્સ્ટાગ્રામ પર 5 લાખથી વધુ ફોલોઅર્સ છે. હાલમાં રસિકા સતત મિર્ઝાપુર-2ના પ્રમોશનમાં જોડાયેલી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
