કોમેડી સીરિઝ હેપ્પી ફેમિલી કન્ડિશન્સ એપ્લાયનુ ટ્રેલર રિલીઝ, જુઓ
કોમેડીથી ભરપૂર ટ્રેલર દર્શકોને ધોળકિયા પરિવારની દુનિયામાં લઈ જાય છે. ચાર પેઢીઓનો આ પરિવાર એકછત હેઠળ રહે છે, કારણ કે તેમણે એકબીજાને સાથ આપીને ઘણી તડકીછાંયડી જોઈ છે.

પ્રાઇમ વીડિયોએ આજે એની પ્રથમ ફેમિલી કોમેડી, એમેઝોન ઓરિજિનલ સીરિઝ હેપ્પી ફેમિલીઃ કન્ડિશન્સ એપ્લાયના આંતરરાષ્ટ્રીય પ્રીમિયરની જાહેરાત એના રમૂજી, હસાહસીથી ભરપૂર ટ્રેલર લોંચ કરીને કરી હતી. આ સીરિઝમાં સ્થાપિત અને યુવાન કલાકારોએ મુખ્ય ભૂમિકા ભજવી છે, જેમાં રાજ બબ્બર, રત્ના પાઠક શાહ, અતુલ કુલકર્ણી, અનેઆયેશા ઝુલ્કાની સાથે રોનક કામદાર, મીનલ સાહૂ, સનાહ કપૂર, અનેઅહાન સાબૂ કલાકારો સામેલ છે. આતિશ કાપડિયાઅનેજેડી મજેઠિયાદ્વારા હેટ્સ ઓફ પ્રોડક્શન્સ બેનર હેઠળ નિર્મિત અને નિર્દેશિત હેપ્પી ફેમિલીઃ કન્ડિશન્સ એપ્લાયએપિસોડ સ્વરૂપે રીલિઝ થશે. એના પ્રથમ ચાર એપિસોડ 10 માર્ચના રોજ પ્રાઇમ વીડિયો પર 240થી વધારે દેશો અને વિસ્તારોમાં એક્સક્લૂઝિવ રજૂ થશે તથા 31 માર્ચ સુધી દર શુક્રવારે 2 એપિસોડ રીલિઝ થશે.

હેપ્પી ફેમિલી: કન્ડિશન્સ એપ્લાય
કોમેડીથી ભરપૂર ટ્રેલર દર્શકોને ધોળકિયા પરિવારની દુનિયામાં લઈ જાય છે. ચાર પેઢીઓનો આ પરિવાર એકછત હેઠળ રહે છે, કારણ કે તેમણે એકબીજાને સાથ આપીને ઘણી તડકીછાંયડી જોઈ છે. દુનિયા માટે ધોળકિયા આદર્શ પરિવાર લાગે છે, પણ મોટા ભાગના પરિવારોની જેમ તેમની અંદર ખામીઓ છે. દરેક સભ્ય પોતાની વિશિષ્ટ ખાસિયતો, અલગ સ્વભાવ અને ધૂન ધરાવે છે. આ અલગ-અલગ ખાસિયતો સાથે તેમની વચ્ચે એક આદર્શ જોડાણ જોવા મળે છે, જે તેમને એકતાંતણે બાંધી રાખે છે.

પરિવારને રજુ કરવાનો પ્રયાસ
પ્રાઇમ વીડિયોના ઇન્ડિયા ઓરિજિનલ્સના હેડ અપર્ણા પુરોહિતે કહ્યું હતું કે, "હેપ્પી ફેમિલીઃ કન્ડિશન્સ એપ્લાય એકથી વધારે પેઢીઓના સભ્યો સાથે એકછત નીચે રહેતાં પરિવારને રજૂ કરવાનો અમારો પ્રામાણિક પ્રયાસ છે, જે તરંગી છતાં પ્રેમાળ છે. આ ઘરના દરેક પાત્રો પોતાની આગવી લાક્ષણિકતાઓ ધરાવે છે, જે અમારા ગ્રાહકોને દર અઠવાડિયે મનોરંજન અને તેમનાં રોજિંદા જીવનમાં અતિજરૂરી વિરામ આપશે. આ પારિવારિક શ્રેણીઓના માસ્ટર જેડી મજેઠિયા અને આતિશ કાપડિયા સાથે અમારું પ્રથમ જોડાણ છે, જેમણે એક રમૂજી, આનંદદાયક, હળવો અને મનોરંજક શૉ બનાવ્યો છે. અમને ખાતરી છે કે, દુનિયાભરના દર્શકોને ધોળકિયા પરિવાર પસંદ પડશે અને તેમને તેમાં તેમના પોતાના પરિવારની ઝલક પણ અનુભવાશે."

પરિવાર સાથે જોઇ શકાય તેવો શો
આ શોના રચનાકારો અને નિર્દેશકો આતિશ કાપડિયા અને જેડી મજેઠિયાએ કહ્યું હતું કે, "અમારું માનવું છે કે, જ્યારે રોજિંદા સ્થિતિસંજોગો અને અવલોકનોની વાત આવે છે, ત્યારે આ કોમેડી શૉ હળવા થવાનું સૌથી શ્રેષ્ઠ સ્વરૂપ છે તથા હેપ્પી ફેમિલીઃ કન્ડિશન્સ એપ્લાય એ માટે ઉચિત શૉ છે. ધોળકિયા પરિવાર પ્રેમાળ-છતાં-ધૂની પરિવાર છે, જે તમામ સંયુક્ત પરિવારનું પ્રતિબિંબ વ્યક્ત કરે છે અને આપણને તેમાં ઘણી રમૂજ જોવા મળે છે. અમારા વિવિધ શૉ મારફતે અમારો ઉદ્દેશ હંમેશા એક પરિવારના અલગ-અલગ પાસાંઓને રજૂ કરવાનો છે.

રાજ બબ્બરે ભજવ્યુ પાત્ર
આ શૉના મુખ્ય અભિનેતા રાજ બબ્બરે કહ્યું હતું કે, "કોમેડી મનોરંજનનું એક એવું સ્વરૂપ છે, જેમાં મેં બહુ ઓછું કામ કર્યું છે. હેપ્પી ફેમિલીઃ કન્ડિશન્સ એપ્લાય હકીકતમાં પ્રથમ સંપૂર્ણપણે કોમેડી શૉ છે અને આ સીરિઝમાં સામેલ થવા હું ખરેખર ઇચ્છતો હતો. સીરિઝ કોઈ પણ નિયમિત પરિવારમાં જોઈ શકાશે એવી રમૂજી અને હાસ્યથી ભરપૂર પ્રસંગો ધરાવે છે. એમાં ડ્રામા (નાટક), રોમાન્સ (પ્રેમ), લડાઈ અને મનોરંજન છે - આ તમામ સીરિઝની રોમાંચકતામાં ઉમેરો કરે છે. આતિશ અને જેડી સાથે કામ કરવા કરવું સ્વાભાવિક રીતે મારા માટે ગર્વ અને આનંદની વાત છે.
અભિનેત્રી રત્ના પાઠક શાહએ કહી આ વાત
અભિનેત્રી રત્ના પાઠક શાહએ તેમના પાત્ર વિશે કહ્યું હતું કે, "મને ખરેખર એવું પાત્ર ભજવવાની મજા આવી છે, જે સંપૂર્ણપણે પોતાની દુનિયામાં કેન્દ્રિત છે. હેમલતા ધોળકિયા એવું પાત્ર છે, જે તેમના હૃદયની વાત માને છે, પણ હંમેશા તીખી ટિપ્પણીઓ કરે છે. તે સ્વાભાવિક રીતે આનંદી સ્વભાવની છે, ગમે એ થાય પણ પ્રામાણિક રહે છે, છતાં પોતાના પરિવારને બચાવવા દ્રઢ છે. આતિશ અને જેડી સાથે કામ કરવું હંમેશા આનંદદાયક હોય છે, જેઓ એક વાર ફરી સીરિઝમાં તેમની વિશિષ્ટ શૈલી સાથે પુનરામન કરી રહ્યાં છે. આ શૉની કલાકારો અતિ પ્રતિભાશાળી છે. મને આ સીરિઝમાં સામેલ થવા પર ગર્વ છે અને દર્શકોના એના પ્રત્યે પ્રતિભાવને લઈને આતુર છું."
આતિશ કાપડિયા દ્વારા લિખિત હેપ્પી ફેમિલીમાં સ્વાતિ દાસ, અતુલ કુમાર, કરિયુકી માર્ગારેટ વંજિકુ, પરેશ ગણાત્રા, પ્રણોતી પ્રધાન, સમર વર્માની,અનેનેહા ઝુલ્કામુખ્ય સહાયક ભૂમિકાઓમાં છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
