બિગ બૉસ 13ના સિદ્ધાર્થ અને શહેનાઝ વચ્ચે શું ચાલી રહ્યુ છે? શું બંને લગ્ન કરવા જઈ રહ્યા છે?
બૉસના ઘરમાંથી બહાર આવે સિડનાઝને 1 વર્ષ થઈ ચૂક્યુ છે પરંતુ બંનેની આત્મીયતાની અસર જ કહી શકાય કે લોકો પૂછી બેસે છે કે બંને વચ્ચે ખરેખર શું ચાલી રહ્યુ છે.
નવી દિલ્લીઃ કહેવાય છે કે ઈશ્ક અને મૂશ્ક છૂપાયા નથી છૂપતા અને આ કહેવાત ચર્ચિત રિયાલિટી શો બિગ બૉસ 13ના વિજેતા સિદ્ધાર્થ શુક્લા અને બિગ બૉસ હાઉસમાં તેમની સાથી કન્ટેસ્ટન્ટ રહેલી શહેનાઝ ગિલ પર સંપૂર્ણપણે ફિટ બેસે છે. બિગ બૉસ હાઉસની અંદર અને બહાર #SidNaaz તરીકે જાણીતા સિદ્ધાર્થ શુક્લા અને શહેનાઝ ગિલ એક નહિ પરંતુ ઘણી વાર દિલની વાત મોઢા પર લાવી ચૂક્યા છે પરંતુ મીડિયાની સામે મૌન રહે છે.

બિગ બૉસના ઘરમાં બંનેને એક કપલ તરીકે ઓળખ મળી
ઉલ્લેખનીય છે કે બિગ બૉસના ઘરમાં બંનેને એક કપલ તરીકે ઓળખ મળી હતી અને દર્શકોએ બંનેની જોડીને ખૂબ પસંદ કરી હતી. બંને પ્રત્યે એટલી દિવાનગી હતી કે તેમના ચાહકોએ તેમને #SidNaaz કહેવાનુ શરૂ કરી દીધુ હતુ. અત્યારે બિગ બૉસના ઘરમાંથી આવે 1 વર્ષ થઈ ચૂક્યુ છે પરંતુ બંનેની આત્મીયતાની અસર જ કહી શકાય કે લોકો પૂછી બેસે છે કે બંને વચ્ચે ખરેખર શું ચાલી રહ્યુ છે.

ઈન્સ્ટાગ્રામ પર શહેનાઝ ગિલે શુક્લા માટે ફ્રેન્ચ કિસ વીડિયો શેર કર્યો
બંનેના સંબંધો દોસ્તીથી વધુ ત્યારે સામે આવ્યા જ્યારે સિદ્ધાર્થ શુક્લા બિગ બૉસના ઘરે વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી તરીકે પહોંચ્યા અને ઈન્સ્ટાગ્રામ પર શહેનાઝ ગિલે શુક્લા માટે ફ્રેન્ચ કિસ વીડિયો શેર કર્યો. ત્યારબાદ પંજાબથી શૂટ કરીને પાછા આવેલ સિદ્ધાર્થ શુક્લાનો જ્યારે શહેનાઝ ગિલની કારનો દરવાજો ખોલતો વીડિયો સામે આવ્યો તો તેમના ચાહકોને ભલે અધૂરો પણ જવાબ તો મળી ગયો.

પ્રેમ, ઈશ્ક અને મહોબ્બતની શરૂઆત બિગ બૉસના ઘરમાં શરૂ થઈ હતી
બંને વચ્ચે પ્રેમ અને ઈશ્ક બિગ બૉસના ઘરમાં શરૂ થયો હતો જ્યાં સિદ્ધાર્થ શુક્લા શહેનાઝ ગિલ માટે જરૂરતથી વધારે પ્રોટેક્ટીવ દેખાયા હતા અને શહેનાઝ ગિલ સિદ્ધાર્થ શુક્લા માટે પઝેસીવ અનુભવતી. શહેનાઝ અને સિદ્ધાર્થની આ હરકતોને જોઈને તેમના ચાહકોએ બંને વચ્ચે લવ અફેરની અટકળો શરૂ કરી દીધી જેને બંને અટકાવી પણ નહિ.

શહેનાઝ સાથે મારુ ટ્યુનિંગ હતુ એટલે વધુ અટેચમેન્ટ હતુ
સિદ્ધાર્થ શુક્લાએ કહ્યુ હતુ કે શહેનાઝ ખૂબ એન્ટરટેઈનિંગ છે, હું એની સાથે જ વાતો કરતો હતો જે હું સામાન્ય રીતે નથી કરતો એટલે મને મઝા આવતી હતી. તેની સાથે મારુ બહુ સારુ ટ્યનિંગ હતુ માટે બહુ વધુ અટેચમેન્ટ હતુ અને તે આગળ પણ રહેશે. શહેનાઝના કારણે મને બિગ બૉસમાં પોતાની જર્ની સરળ લાગી. અમારી વચ્ચે ઘણી વાર લડાઈ પણ થઈ પરંતુ શહેનાઝ સાથે મે તેને એન્જોય કરી.

સિદ્ધાર્થના દિલમાંથી નીકળેલા વાક્યો કહે છે કે બંને વચ્ચે કંઈક તો છે
સિદ્ધાર્થ શુક્લાના દિલમાંથી શહેનાઝ ગિલ માટે નીકળેલા વાક્યો એ જણાવવા માટે પૂરતા હતા કે બંને વચ્ચે કંઈક તો છે કે જે સિદ્ધાર્થ શુક્લા વ્યક્ત નહોતા કરવા માંગતા પરંતુ એક વીડિયોમાં જ્યારે બંને સાથે જોવા મળ્યા તો સિદ્ધાર્થ શુક્લાએ ભલે માર્કેટીંગ અને પ્રમોશન માટે પણ શહેનાઝ ગિલ સાથે પોતાના સંબંધને સ્વીકારવો જ પડ્યો. હજુ હાલમાં જ સિદ્ધાર્થ શુક્લા અને શહેનાઝ ગિલે અર્જૂન કાનૂનગોના નવા આલ્બમ માટે શૂટ ખતમ કર્યુ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
