ટીવી અભિનેત્રી માલવી મલ્હોત્રા પર જાનલેવા હુમલો, હોસ્પિટલમાં ભરતી

ટીવી અભિનેત્રી માલવી મલ્હોત્રા પર જાનલેવા હુમલો થયો છે.

નવી દિલ્લીઃ ટીવી અભિનેત્રી માલવી મલ્હોત્રા પર જાનલેવા હુમલો થયો છે. માલવી ઘણા ટીવી શો અને ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. સોમવારે રાતે તેના જૂના સાથીએ જ તેના પર હુમલો કર્યો છે. એબીપી ન્યૂઝના જણાવ્યા મુજબ માલવી પર તેના જૂના સાથીએ ચાકૂથી ત્રણ વાર કર્યા છે. અભિનેત્રીને મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી છે. હાલમાં અભિનેત્રીની સ્થિતિ જોખમની બહાર છે. હુમલો કરનાર સામે વર્સોવા પોલિસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

malvi

મીડિયા સૂત્રો મુજબ આખુ પ્રકરણ એક તરફી પ્રેમનુ જણાવવામાં આવી રહ્યુ છે. હુમલો કરનાર યુવકનુ નામ યોગેશ કુમાર મહિપાલ સિંહ છે જે ખુદને ઘણા ડાયરેક્ટરની નજીક ગણાવે છે. કોઈ કામના અનુસંધાનમાં તેની અને માલવીની મુલાકાત થઈ હતી. એક-બે મુલાકાતો બાદ જ તેને માલવી સાથે પ્રેમ થઈ ગયો અને તેણે માલવી સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો જેને માલવીએ સ્વીકાર્યો નહિ અને ત્યારબાદ માલવીએ તેને હળવા-મળવાનુ બંધ કરી દીધુ હતુ. ત્યારબાદ પ્રેમના જૂનુનમાં આવીને યોગેશે સોમવારે રાતે માલવી પર જાનલેવા હુમલો કરી દીધો.

તમને જણાવી દઈએ કે ઘણી તેલુગુ અને મલયાલમ ફિલ્મોમાં કામ કરી ચૂકેલી માલવીને હિંદી દર્શકો કલર ટીવીના લોકપ્રિય શો ઉડાનના કારણે ઓળખે છે. માલવી ડીએવી સીપીએસ સ્કૂલ મંડીની છાત્રા રહી છે. આ સાથે તેણે છ મહિનાનો એક્ટિંગનો કોર્સ મુંબઈથી કર્યો છે. માલવીને કવિતાઓ લખવાનો શોખ છે. સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચામાં રહેતી માલવીના ઘરવાળા તરફથી હાલમાં આ અંગે કોઈ નિવેદન સામે આવ્યુ નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X