ફેન્સ માટે ખરાબ સમાચાર, આવતા મહિને આ 10 લોકપ્રિય શો બંધ થશે
TRPનો માર દરેક લોકપ્રિય ટીવી શોએ સહન કરવો પડે છે, આ વાતમાં કોઈ અતિશયોક્તિ નથી. પરિણામે કેટલાક એવા ટીવી શો પણ છે, જેને લોકપ્રિયતા તો મળે છે પરંતુ TRP નથી મળતી.
TRPનો માર દરેક લોકપ્રિય ટીવી શોએ સહન કરવો પડે છે, આ વાતમાં કોઈ અતિશયોક્તિ નથી. પરિણામે કેટલાક એવા ટીવી શો પણ છે, જેને લોકપ્રિયતા તો મળે છે પરંતુ TRP નથી મળતી. પરિણામે આવા ટીવી શો બંધ કરવાની ફરજ પડે છે. 2018ના વર્ષની જેમ આ વખતે પણ એક નહીં 10 લોકપ્રિય ટીવી શો છે, જે બંધ થવા જઈ રહ્યા છે. મેકર્સ અને ચેનલે મળીને આ ટીવી શો બંધ કરવાનો નિર્ણય લીધો છે. કેટલાક એવા શો છે જે સુપરનેચરલ, કોમેડી અને રિયાલિટી શો હોવાને કારણે બંધ થઈ રહ્યા છે.
આ તમામ ટીવી શોની જગ્યાએ હવે ચેનલ TRP વધારવા અને પોતાને નંબર 1 સાબિત કરવા માટેની દોડમાં સામેલ થઈ જશે. કેટલાક એવા ટીવી શો પણ છે જે ICC ક્રિકેટ વર્લ્ડ કપ લોન્ચ થયા બાદ શરૂ કરવામાં આવશે.
આ પણ વાંચો: કોમોલિકા બાદ હિના ખાનની ફરી ખતરનાક વાપસી, ફેન્સ માટે ધમાકેદાર સરપ્રાઈઝ!

ઉડાન
કલર્સ ચેનલ પર વર્ષોથી પોતાની સફર પૂરી કરી ચૂકેલી સિરિયલ ઉડાન આ મહિને છેલ્લી વખત ટેલિકાસ્ટ થશે. 21 જૂને આ શો બંધ થઈ જશે.

કેસરી નંદન
કલર્સ ચેનલે કેટલાક સમય પહેલા જ નવો શો કેસરી નંદન શરૂ કર્યો હતો. ચર્ચા એવી છે કે 12 જૂને કેસરી નંદનનો લાસ્ટ એપિસોડ ટેલિકાસ્ટ થશે. ચોંકાવનારી વાત એ છે કે આ શો માત્ર 6 મહિના પહેલા શરૂ થયો હતો.

વિષ યા અમૃત- સિતારા
વિષ યા અમૃત- સિતારા ટીવી શો પણ બંધ થવાના અહેવાલ છે. તેના બદલે કલર્સ ચેનલ પર સુપર નેચરલ શૉ શરૂ થશે.

ઈશ્ક મેં મરજાંવા
લોકપ્રિય ટીવી શો ઈશ્ક મેં મરજાવાં પણ બંધ થઈ ર્હયો છે. 28 જૂને આ ટીવી શોનો છેલ્લો એપિસોડ ટેલિકાસ્ટ થશે. આ શો TRPમાં નિષ્ફળ જઈ રહ્યો છે.

કૃષ્ણા ચલી લંડન
ટીવી શો કૃષ્ણા ચલી લંડન પણ TRP જાળવી નથી શક્યો. એટલે આ શો પણ ટૂંક સમયમાં બંધ થઈ શકે છે.

યે હૈ મહોબ્બતે
એવી પણ ચર્ચા છે કે યે હૈ મહોબ્બતે જૂન મહિનામાં બંધ થઈ જશે. આ શોની સિઝન ટુ શરૂ કરવામાં આવશે.

યે ઉન દિનો કી બાત હૈ
આ શો પણ જૂનના અંત સુધીમાં બંધ થાય તેવી શક્યતા છે.

સુપર ડાન્સર 3
સુપર ડાન્સર હાલ ટીઆરપી પર પોતાની પકડ જાળવી રહ્યો છે. પરંતુ આ શો મેમાં પૂરો થઈ જશે. તેના બદલે સુપર સિંગર લોન્ચ કરવામાં આવશે.

વિક્રમ વેતાળની રહસ્ય ગાથા
એન્ડ ટીવીનો શો વિક્રમ વેતાળની રહસ્ય ગાથા. આ શો પણ ચાલુ મહિનામાં બંધ થશે. તેના બદલે જાત ના પૂછો પ્રેમ કી લોન્ચ કરવામાં આવશે.

શાદી કે સિયાપ્પે
તાજતરમાં જ આ શો લોન્ચ થયો હતો. પરંતુ આ શો પણ જૂનના પહેલા વીકમાં બંધ થઈ ગયો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
