સ્વિમિંગ પૂલમાં દીકરા સાથે મસ્તી કરતી જોવા મળી રજનીકાંતની દીકરી, થઈ ટ્રોલ
સ્વિમિંગ પૂલમાં દીકરા સાથે મસ્તી કરતી જોવા મળી રજનીકાંતની દીકરી, થઈ ટ્રોલ
ચેન્નઈઃ તમિલ સિનેમાના ભગવાન કહેવાતા એક્ટરથી રાજેતા બનેલ રજનીકાંતની દીકરી સૌંદર્યા રજનીકાંત હાલ સોશિયલ મીડિયાના હૉટ ટોપિકમાંથી એક છે, સામાન્ય રીતે લોકો તેમના વખાણ કરે છે પરંતુ આ વખતે તેઓ ટ્રોલ થઈ રહ્યાં છે, જણાવી દઈએ કે સૌંદર્યાએ પોતાના દીકરા સાથેની તસવીરને સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ તસવીરમાં સૌંદર્યા પોતાના દીકરા સાથે પૂલમાં મસ્તી કરી રહી હતી, સૌંદર્યા સ્વિમિંગ પૂલમાં પોતાના દીકરાને સ્વિમિંગ સીખવી રહી હતી પરંતુ મા-દીકરાની આ સુંદર તસવીરને વિવાદનું કારણ બનાવી દેવામાં આવ્યું.

તસવીર હટાવવી પડી
જણાવી દઈએ કે ચેન્નઈ હાલ દુષ્કાળનો મારો ઝેલી રહ્યું છે, એવામાં સૌંદર્યાનું આવી રીતે પૂલમાં મસ્તી કરવી લોકોના ગળે ન ઉતર્યું, જેના કારણે લોકોએ તેમના પર તંજ કસવા લાગ્યા અને ટ્રોલ કરવા લાગ્યા, યૂઝર્સે સૌંદર્યા રજનીકાંતી તસવીર પર એવી બેકાર કોમેન્ટ્સ કરી જેના કારણે તેમણે પોતાની તસવીર જ સોશિયલ મીડિયા પરથી હટાવવી પડી.

સૌંદર્યા રજનીકાંતે લખી ખાસ વાત
પોતાની તસવીરને હટાવતા ટ્વીટર પર સૌંદર્યા રજનીકાંત લખ્યું કે ટ્રાવેલ ડાયરીઝથી શેર કરેલ તસવીર મેં પાણીની સમસ્યાને જોતા હટાવી દીધી છે, આ જૂની ફોટો માત્ર બાળકોને શારીરિક ગતિવિધિઓ વિશે સમજાવવા માટે શેર કરવાાં આવી હતી.
|
સૌંદર્યા રજનીકાંતે ફેબ્રુઆરીમાં બીજાં લગ્ન કર્યાં
જણાવી દઈએ કે રજનીકાંતની દીકરી સૌંદર્યા રજનીકાંતે આ વર્ષે 11 ફેબ્રુઆરીએ બિઝનેસમેન અને એક્ટર વિશગન વાંગામુડી સાથે બીજા લગ્ન કર્યાં, અગાઉ 2010માં તેણે બિઝનેસમેન અશ્વિન રામકુમાર સાથે પહેલા લગ્ન કર્યાં હતાં, બંનેને પાંચ વર્ષનો એક દીકરો છે જેનું નામ વેદ છે. 2017માં સૌંદર્યા અને આશ્વિનના તલાક થઈ ગયા હતા.
|
ચેન્નઈમાં જળ સંકટ
દેશભરમાં આકરી ગમીની વચ્ચે કેટલાય ભાગમાં જળ સંકટની સ્થિતિ ગંભીર થઈ ચૂકી છે, તમિલનાડુની રાજધાની ચેન્નઈ તેમાં સામેલ થઈ ચૂક્યું છે, ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ ગત કેટલાય અઠવાડિયામાં પાણીની કમીનો સામનો કરી રહેલ ચેન્નઈમાં પાણી ભરવા અને એકઠું કરવા મામલે હિંસક અથડામણ થઈ હોવાના મામલા પણ સામે આવ્યા હતા, એટલું જ નહિ શહેરની હોટલ, મોલ અને અન્ય વ્યવસાયિક ઉપક્રમ પણ પ્રભાવિત થઈ રહ્યાં છે, અહીં મૉનસૂન દરમિયાન પણ પાણીની કમી જોવા મળે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
