સિદ્ધાર્થ શુક્લાએ 'બ્રોકન બટ બ્યુટીફૂલ 3'ની ભૂમિકા વિશે કહ્યુ - હું અગસ્ત્ય સાથે જોડાણ અનુભવતો
સિદ્ધાર્થ શુક્લા 29 મેના રોજ ઑલ્ટ બાલાજી પર લૉન્ચ થનાર પોતાના ડિજિટલ ડેબ્યુ 'બ્રોકન બટ બ્યુટીફૂલ 3'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
સિદ્ધાર્થ શુક્લા 29 મેના રોજ ઑલ્ટ બાલાજી પર લૉન્ચ થનાર પોતાના ડિજિટલ ડેબ્યુ 'બ્રોકન બટ બ્યુટીફૂલ 3'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સૌથી લોકપ્રિય અને મનગમતી ફ્રેન્ચાઈજીની ત્રીજી સિઝન વિશેની જબરદસ્ત ચર્ચાએ દર્શકો અને ખાસ કરીને હેન્ડસમ હંકના પ્રશંસકોને ઉત્સાહિત કરી દીધા છે. સિદ્ધાર્થ શુક્લાએ બાલિકા વધુથી લઈને દિલ સે દિલ તક જેવા ડેઈલી સોપ્સમાં પ્રભાવશાળી પ્રદર્શન સાથે દર્શકોના દિલોમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. વળી, ઝલક દિખલાજા 6, ફિયર ફેક્ટરઃ ખતરો કે ખિલાડી જેવા હિટ રિયાલિટી શોમાં ભાગ લઈને તે એક ઘરેલુ નામ બની ગયા છે અને બિગ બૉસમાં વિનર બનીને ઉભર્યા છે.

હું વાસ્તવમાં અગસ્ત્ય સાથે જોડાણ અનુભવી શકતો હતો
ડિજિટલ પ્લેટફૉર્મ પર પહેલી વાર એક કૉમ્પ્લિકેટેડ ભૂમિકાને ચિત્રિત કરવા પર સિદ્ધાર્થે જણાવ્યુ, 'એક અભિનેતા તરીકે અમુક એવા છે જે મેથડ એક્ટિંગની રાહ જુએ છે. મારા માટે, હું વાસ્તવમાં અગસ્ત્ય સાથે જોડાણ અનુભવી શકતો હતો અને મને લાગે છે કે આ બધુ લાઈફ એક્સપીરિયન્સ વિશે છે. આ એ અનુભવો છે જે તમને બનાવે છે. મને એવા ઘણા અનુભવો થયા છે અને માટે મે મારા અનુભવો પરથી શીખ્યુ અને પરફૉર્મ કર્યુ.'

પ્રેમ અને દિલ તૂટવાનો અનુભવ
'બ્રોકન બટ બ્યુટીફૂલ 3' અગસ્ત્ય રાવ અને રૂમી દેસાઈની કહાની છે જે ખૂબ જ અલગ દુનિયાથી બે લોકો છે. તેમની દુનિયા અલગ છે એટલુ જ નહિ તેઓ એકબીજાથી વિપરીત પણ છે. બંને જાણતા હતા તેમને શું જોઈએ. છેવટે એ બંને પ્રેમ અને દિલ તૂટવાનો અનુભવ કરે છે. જ્યારે તે પોતાના જૂનુનનો પીછો કરી રહ્યા હતા ત્યારે તેમના જીવનમાં પ્રેમ એન્ટ્રી લે છે.

શો ઑલ્ટ બાલાજી પર 29 મે, 2021થી સ્ટ્રીમિંગ માટે ઉપલબ્ધ
11:11 પ્રોડક્શન્સ દ્વારા નિર્મિત અને પ્રિયંકા ઘોષ દ્વારા નિર્દેશિત 'બ્રોકન બટ બ્યુટીફૂલ 3' અગસ્ત્ય(સિદ્ધાર્થ શુક્લા) અને રુમી દેસાઈ(સોનિયા રાઠી) ના સંબંધમાં ઉતાર-ચડાવ બતાવે છે. જ્યાં જૂનુન ક્યારેય ખતમ નથી થતુ પરંતુ શિફ્ટ થઈ જાય છે. સીરિઝમાં મોહન ભટ, જ્હાનવી ધનરાજગીર, મનવીર સિંહ, તાન્યા કાલરા અને સલોની ખન્ના પણ મુખ્ય ભૂમિકાઓમાં છે. આ શો ઑલ્ટ બાલાજી પર 29 મે, 2021થી સ્ટ્રીમિંગ માટે ઉપલબ્ધ રહેશે. બન્યા રહો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
