શ્વેતા તિવારી પર અભિનવ કોહલીનો ખુલાસોઃ નોકરની જેમ રાખે છે, હું રોતો રહ્યો પોલિસ સ્ટેશનમાં
અભિનવ કોહલી ઈન્સ્ટાગ્રામ પર શ્વેતા અને પલક માટે ઘણા સક્રિય છે. તે ઘણા એવા ફોટા અને માહિતી પોસ્ટ કરીને પોતાના તરફથી આ સંબંધને સમજાવવાની કવાયદ કરી રહ્યા છે.
શ્વેતા તિવારી અને અભિનવ કોહલી વચ્ચે લગ્નના સંબંધમાં ખટાશના સમાચારો ગયા વર્ષોથી આવી રહ્યા છે. શ્વેતા તિવારીએ આના પર ખુલીને વાત પણ કરી છે પરંતુ તેમના પતિ અભિનવ કોહલીએ આના પર કોઈ પોતાના તરફથી કોઈ સફાઈ કે મીડિયામાં કોઈ વાત કરી છે. છેલ્લા થોડા દિવસોથી અભિનવ કોહલી ઈન્સ્ટાગ્રામ પર શ્વેતા અને પલક માટે ઘણા સક્રિય છે. તે ઘણા એવા ફોટા અને માહિતી પોસ્ટ કરીને પોતાના તરફથી આ સંબંધને સમજાવવાની કવાયદ કરી રહ્યા છે.

અભિનવ કોહલી - મારી સાથે ચીટિંદ થયુ
પહેલી વાર અભિનવ કોહલીએ ખુદ પર લાગેલી બધા આરોપ સફાઈ આપીને નિવેદન આપ્યુ છે. અભિનવ કોહલીએ ખુલાસો કર્યો છે કે શ્વેતા તેમને દીકરા સાથે મળવા નથી દેતી. સાથે જ તેની સાથે નોકર જેવુ વર્તન કર્યુ છે. ચાલો તમને જણાવીએ કે અભિનવ કોહલીએ પત્ની શ્વેતા સાથે સંબંધ પર શું કહ્યુ... ટાઈમ્સ ઑફ ઈન્ડિયા સાથે વાતચીતમાં અભિનવે કહ્યુ કે મારી સાથે ચીટિંગ થયુ છે. આના કારણે હવે હું વાત કરી રહ્યો છુ. વર્ષ 2019 સપ્ટેમ્બરથી મે 2020 સુધી. શ્વેતા મારા સંપર્કમાં હતી. હું તેમના તરફથી બાળકોની બધી જવાબદારી ઉઠાવી રહ્યો હતો. કારમાં પેટ્રોલથી લઈને રેયાંશ માટે ખરીદી મે બધુ કર્યુ.

નોકરની જેમ મારી સાથે વર્તન કરે છે
જ્યારે પણ શ્વેતાને કંઈ જોઈએ તો રાતે બે વાગે પણ હું હાજર રહુ. હું મારા બાળકો સાતે રહેવા ઈચ્છતો હતો પરંતુ તે મને તેમની સાથે મળવા નથી દેતી. તે પોતાના નોકરની જેમ મારી સાથે વર્તન કરે છે. 14 મેના રોજ મને વીડિયો કૉલ આવ્યો. રેયાંશ મને મળવા ઈચ્છતો હતો. તે રડી રહ્યો હતો. શ્વેતા રૂમમાં જતી રહી અને દરવાજો બંધ કરી દીધો. બાળક મને મળવા માટે બૂમો પાડી રહ્યો હતો પરંતુ તેણે આઈપેડ ફેંકી દીધુ.

મારા દીકરાને શીખવાડવામાં આવ્યુ
મે શ્વેતાએ કહ્યુ કે તે ડિવોર્સનો કેસ ફાઈલ નથી કર્યો. મારુ 4 વર્ષનુ બાળક કહી રહ્યુ છે કે હવે તેને મારી યાદ નથી આવતી. હું ચોંકી ગયો. દીકરાને આ બધુ શીખવાડવામાં આવી રહ્યુ છે. મે આ સંબંધને ચલાવવાની બધી કોશિશ કરી. હું જ્યારે પોલિસ સ્ટેશનમાં રડી રહ્યો હતો ત્યારે પોલિસે કહ્યુ કે કોહલી સાહબ મર્દ થઈને કેમ રડી રહ્યા છો. મે કહ્યુ કે માત્ર બાળકને મળવા ઈચ્છતો હતો. મે શું ગુનો કરી દીધો. હું 15 મેના રોજ ફરીથી ગયો પરંતુ બાદમાં દરવાજો બંધ કરી દીધો. હું દરવાજે બૂમો પાડતો રહ્યો. બે મહિનામાં ફોન અને વીડિયો પર મારે બાળક સાથે કોઈ સંપર્ક નથી થયો.

2016થી છૂટેછેડા લેવા ઈચ્છે છે શ્વેતા
મે મારા કરિયરને પાછળ રાખ્યુ. એ વખતે વિચાર્યુ કે બાળક સાથે મા કે પિતા કોઈ એકનુ રહેવુ જરૂરી છે. મને ફાધર્સ ડે અને મારા જન્મદિવસ પર પણ બાળક સાથે વાત ન કરવા દીધી. વર્ષ 2016થી શ્વેતા છૂટાછેડા લેવા ઈચ્છી રહી છે પરંતુ અભિનવ તેની સાથે વાત કરવાની કોશિશ કરતા રહ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
