સિદ્ધાર્થ શુક્લાના નિધને બદલી શહેનાઝ ગિલની જિંદગી, કહ્યુ - એ આત્માએ મને શીખવ્યુ, જુઓ Video
સિદ્ધાર્થ શુક્લાના નિધનના ચાર મહિના બાદ શહેનાઝ ગિલે પોતાની યુટ્યુબ ચેનલ પર પોતાનો એક વીડિયો શેર કર્યો છે.
મુંબઈઃ સિદ્ધાર્થ શુક્લાના વર્ષ 2021માં નિધન બાદ શહેનાઝ ગિલે ફરીથી પોતાની હિંમત બતાવી છે સિદ્ધાર્થ શુક્લાના નિધનના ચાર મહિના બાદ શહેનાઝ ગિલે પોતાની યુટ્યુબ ચેનલ પર પોતાનો એક વીડિયો શેર કર્યો છે. જ્યાં શહેનાઝે સિદ્ધાર્થ શુક્લાને યાદ કરીને જિંદગી જીવવા તરફ એક નવી રોશની બતાવી છે.

જિંદગી જીવવાની નવી રાહ બતાવી
બ્રહ્માકુમારી બીકે શિવાનીએ જિંદગી જીવવાની નવી રાહ બતાવી છે. શહેનાઝ ગિલે જણાવ્યુ છે કે કેવી રીતે સિદ્ધાર્થ શુક્લાના નિધન પછી તેણે જિંદગી પ્રત્યે પોતાના વિચારો બદલ્યા છે. શહેનાઝ ગિલે યુટ્યુબ ચેનલ પર એક કલાકનો વીડિયો શેર કર્યો છે. શહેનાઝ ગિલે બીકે શિવાની સાથે વાત કરીને સિદ્ધાર્થ શુક્લાનો ઉલ્લેખ કરીને કહ્યુ કે મે સિદ્ધાર્થને ઘણી વાર કહ્યુ હતુ કે મારે શિવાનીબેનને મળવુ છે.

એક દિવસ જરુર મળીશ, તુ ચિલ કર
એ હંમેશા કહેતા કે આ એક દિવસ જરુર મળીશ. તુ ચિલ કર બસ. અને એ જ થયુ. શહેનાઝ ગિલે કહ્યુ કે દરેકનુ કોઈને કોઈ જતુ રહે છે. હું પણ પહેલા બૉડીને લઈને સહજ હતી. હવે હું પણ આત્માને લઈને વધુ સહજ છુ. હું પહેલા લોકોનુ વિશ્લેષણ નહોતી કરી શકતી.

મને જીવને ઘણુ બધુ શીખવ્યુ
શહેનાઝ ગિલે કહ્યુ કે મને ખૂબ ભરોસો હતો. હું એ વખતે ઘણી માસૂમ હતી. આત્માએ મને જીવનમાં ઘણુ બધુ શીખવ્યુ છે. ભગવાને મને એ આત્મા સાથે મેળવી અને અમને દોસ્તની જેમ સાથે રાખ્યા જેથી તે મને જીવનમાં કંઈક શીખવી શકે.

મારો રસ્તો ઈશ્વર તરફ જવાનો હતો
સિદ્ધાર્થ શુક્લાને યાદ કરીને શહેનાઝે કહ્યુ કે છેલ્લા બે વર્ષમાં મે ઘણુ બધુ શીખ્યુ. મારો રસ્તો ઈશ્વર તરફ જવાનો હતો. આના કારણે આત્મા મારા જીવનમાં આવી. તેણે મને તમારા જેવા લોકો સાથે મેળવી. હું બધુ હિંમતથી સંભાળી શકુ છે. હું ખૂબ મજબૂત બની ગઈ છુ.

તેમની સફર પૂરી થઈ ચૂકી છે
સિદ્ધાર્થ વિશે શહેનાઝ ગિલે આગળ કહ્યુ કે તેમની સફર પૂરી થઈ ચૂકી છે. તેમના કપડા બદલાઈ ચૂક્યા છે. તે ક્યાંકને ક્યાંક જઈ ચૂક્યા છે. તેમનો મારી સાથે સંપર્ક બંધ થઈ ચૂક્યો છે. પરંતુ કદાચ આ આગળ ચાલુ રહેશે. શહેનાઝ ગિલે અંતમાં એ પણ કહ્યુ કે હું હંમેશા વિચારતી હતી કે આત્માએ મને એટલુ જ્ઞાન આપ્યુ છે.

શહેનાઝ ગિલ તૂટી ચૂકી હતી
તમને જણાવી દઈએ કે શહેનાઝ ગિલે આ વીડિયોમાં મોત બાદની જીવન પર વાત કરી અને તેના ચહેરા પર એક શાંતિ પણ દેખાઈ રહી હતી. સહુ કોઈ જાણે છે કે સિદ્ધાર્થ શુક્લાનુ 2 સપ્ટેમ્બર, 2021ના રોજ હાર્ટ એટેકના કારણે નિધન થયુ હતુ જે બાદ શહેનાઝ ગિલ તૂટી ચૂકી હતી. એવામાં શહેનાઝ ગિલે જે રીતે ખુદને ઉભી કરી તે પ્રશંસનીય છે. તમે અહીં નીચે શહેનાઝ ગિલનો આખો વીડિયો જોઈ શકો છો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
