નચ બલિયે સાથે નાના પડદે શરુઆત કરશે ગાંગુલી
નવી દિલ્હી, 20 ઑગસ્ટ : અત્યાર સુધી એક ક્રિકેટર તથા સ્પોર્ટ્સ નિષ્ણાંત તરીકે ઓળખ ધરાવતાં ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન સૌરવ ગાંગુલી નચ બલિયે સાથે નાના પડદે શરુઆત કરી શકે છે. હાલ કોઈ ક્રિકેટ શ્રેણી નથી ચાલતી. તેથી ગાંગુલીનું આ કાર્યક્રમમાં આવવું નક્કી માનવામાં આવે છે. સૌરવ ગાંગુલી ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ કૉમેંટેટર તથા સ્પોર્ટ્સ નિષ્ણાંતની ભૂમિકામાં ટેલીવિઝન ચૅનલોએ દેખાતા રહ્યાં છે.

સૌરવ ગાંગુલી અગાઉ મોહિંદ અમરનાથ, વિનોદ કામ્બલી તથા અજય જાડેજા ડાન્સના મંચ ઉપર આવી ચુક્યાં છે. શોના આયોજકોએ આ વખતે સૌરવ ગાંગુલી તેમજ તેમના પત્ની ડોના ગાંગુલીને આમંત્રણ આપ્યું છે. જોકે અત્યાર સુધી આ વાતને અધિકૃત સમર્થન નથી મળ્યું, પણ જે રીતે નાનો પડદો ફિલ્મી સિતારાઓ તેમજ ક્રિકેટ ખેલાડીઓનો ગઢ બની ગયો છે, તે જોતાં કહી શકાય કે સૌરવ ગાંગુલીનું ટેલીવિઝન ચૅનલે આવવું કોઈ મોટી વાત નહીં ગણાય.
બીજી બાજુ સૌરવ ગાંગુલી માટે પણ આ કોઈ પહેલો અનુભવ નહીં હોય. સૌરવ અગાઉ બંગાળી ક્વીઝ શો અનલિમિટેડ દાદાગિરીમાં એંકરની ભૂમિકા ભજવી ચુક્યાં છે. ગાંગુલીનું આ શોમાં આવવું શો તથા તેના પ્રશંસકો માટે ખાસ ક્ષણ હશે કે જે સૌરવના ફન્સ માટે પણ આકર્ષક હશે. ફૅન્સ પ્રથમ વાર ગાંગુલીને ડાન્સ કરતાં જોશે.
નોંધનીય છે કે નાના પડદા ઉપર હાલ કરણ જૌહર તથા માધુરી દીક્ષિત જેવી બૉલીવુડ હસ્તીઓ કામ કરી રહી છે અને ફિલ્મ પ્રમોશન માટે ટેલીવિઝન ચૅનલો ઉપર સિતારાઓ આવતાં જ રહે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
