Pics : ટૉપ ટેન રીયલ લાઇફ ટીવી કપલ્સ
અમદાવાદ, 17 ફેબ્રુઆરી : તાજેતરમાં જેમ મોટા પડદાના હિટ અને લોકપ્રિય કપલના સમાચારો વહેતાં થયાં. તેવી જ રીતે નાના પડદે પણ ઘણી એવી જોડીઓ છે કે જે સફળતાની ગૅરંટી ગણાય છે.
જોકે આજે આપણે નાના પડદે ધૂમ મચાવનાર હિટ જોડીઓની નહીં, પણ નાના પડદાની પાછળની એટલે કે રીયલ લાઇફની ટૉપ ટેન જોડીઓ વિશે જાણીશું.
આવો તસવીરોમાં જોઇએ નાના પડદાની રીયલ લાઇફ ટૉપ ટેન જોડીઓ.

શાલીન-દલજીત
શાલીન તથા દલજીતની મુલાકાત કુલવધુના સેટ ઉપર થઈ હતી અને ત્યારથી તેઓ બહુ નજીકના મિત્ર બની ગયાં. ડિસેમ્બર, 2009માં તેમણે લગ્ન કરી લીધાં.

અંકિતા-સુશાંત
અંકિતા લોખંડે તથા સુશાંત સિંહ રાજપૂતની પ્રથમ મુલાકાત પવિત્ર રિશ્તાના સેટ ઉપર થઈ હતી. તેઓ શરુઆતમાં ઑનસ્ક્રીન હિટ કપલ હતાં અને પછી ઑફસ્ક્રીન હિટ કપલ પણ બની ગયાં. દરમિયાન સુશાંતે કાઇ પો છે ફિલ્મ માટે આ સીરિયલ છોડી દીધી, તો અંકિતા સીરિયલમાં જળવાઈ રહ્યાં છે.

રશ્મિ-નંદીશ
રશ્મિ તથા નંદીશની પ્રથમ મુલાકાત ઉતરનના સેટ ઉપર થઈ હતી. લાંબા સમયના સાથ પછી તેઓ નજીકના મિત્ર બન્યાં અને પછી લગ્ન કરી લીધાં.

મોહિત-સનાયા
મોહિત સહેગલ તથા સનાયા ઈરાનીની પ્રથમ મુલાકાત મિલે જબ હમ તુમના સેટ ઉપર થઈ. હાલ તેઓ ડેટિંગ કરી રહ્યાં છે અને તેમનો સંબંધ વધુ પ્રગાઢ થઈ રહ્યો છે. કદાચ લગ્ન સુધી પણ પહોંચી શકે છે.

કરણ-કૃતિકા
કૃતિકા શર્મા તથા કરણ કુંદ્રા વચ્ચે પહેલા બ્રેકઅપ થયું અને ફરીથી બંને વચ્ચે સુમેળ થઈ ગયો છે. હાલ બંને એક-બીજાના ઊંડા પ્રેમમાં છે.

કરણ-જેનીફર
કરણ સિંહ ગ્રોવર તથા જેનીફર દિલ મિલ ગયેના સેટ ઉપર પહેલી વાર મળ્યાં અને સારા મિત્રો બની ગયાં. કરણે ટીવી એક્ટ્રેસ શ્રદ્ધા નિગમ સાથે લગ્ન કર્યા હતાં. અફવા એવી ઉડી કે કરણના જેનીફર સાથે સંબંધ હતાં. તેઓ બંનેએ છેવટે લગ્ન કરી જ લીધાં.

હિતેન-ગૌરી
હિતેન તેજવાણી તથા ગૌરી પ્રધાન બ્રીઝ સાબુની જાહેરાતના શુટિંગ દરમિયાન પહેલી વાર મળ્યાં. પછી બંનેએ કુટુમ્બ સીરિયલમાં સાથે કામ કર્યું. હાલ બંને પરણી ગયાં છે.

ડેબિના-ગુરમીત
ડેબિના તથા ગુરમીત રામાયણના શુટિંગ દરમિયાન નજીક આવ્યાં. તેમણે લાંબી ડેટિંગ ન કરી અને જલ્દી જ પરણી ગયાં.

અવિનાશ-રુબિના
અવિનાશ અને રુબિના ક્યૂટેસ્ટ અને હૉટેસ્ટ કપલ જણાય છે. તેઓએ છોટી બહુમાં સાથે કામ કર્યુ હતું.

આમિર-સંજીદા
આમિર અલી તથા સંજીદા શેખે ગત વર્ષે માર્ચમાં લગ્ન કર્યાં. લગ્ન અગાઉ તેઓ છ વરસ સુધી ડેટિંગમાં હતાં.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
